અપસેટોનો T20 વર્લ્ડ કપઃ અત્યાર સુધીમાં પાંચ મોટા ઊલટફેર

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપને અપસેટો માટે યાદ કરવામાં આવશે. હજી ટુર્નામેન્ટ શરૂ થયે સપ્તાહ થયું છે, ત્યાં પાંચ ટીમો ઊલફેરનો શિકાર બની ચૂકી છે. વળી એ એવી ટીમો છે- જે ટેસ્ટ પ્લેઇંગ રાષ્ટ્રનો દરજ્જો હાંસલ છે, એ એવી ટીમોથી હારી ગઈ છે, જે ક્યારેક જ વર્લ્ડ કપમાં નજરે ચઢે છે.  આ ઊલટફેરનો પ્રારંભ અમેરિકાએ કર્યો હતો. સૌથી મોટો અપસેટ પાકિસ્તાન હાર્યું હતું- એ છે.

T20 વર્લ્ડ કપનો પ્રારંભ જ ઊલટફેરથી થયો, કેમ કે ડલાસમાં અમેરિકાએ કેનેડાને ત્રણ વિકેટે હરાવ્યું હતું. અમેરિકા ક્રિકેટ વિશ્વ કપમાં સૌપ્રથમ વાર ભાગ લઈ રહ્યું છે, જ્યારે કેનેડા 1970ના દાયકામાં ICC ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યું છે. બીજો ઊલટફેર પણ અમેરિકાએ જ કર્યો હતો.

આ સાથે ત્રીજો ઊલટફેર કેનેડાએ આયર્લેન્ડને હરાવીને કર્યો હતો. સાત જૂને રમાયેલી મેચમાં કેનેડાની ટીમે 137 રન બનાવ્યા હતા, જ્યારે આયર્લેન્ડની ટીમ માત્ર 125 રન જ બનાવી શકી હતી. અહીં એ નોંધવું રહ્યું કે આયર્લેન્ડની ટીમ વનડે અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ઇન્ગલેન્ડ જેવી ટીમોને હરાવી ચૂકી છે. એને પણ ટેસ્ટ પ્લેઇંગ ટીમનો દરજ્જો હાંસલ છે.

T20 વર્લ્ડ કપમાં ચોથો ઊલટફેરનો શિકાર ન્યુ ઝીલેન્ડની ટીમ બની હતી. ટીમ આઠ જૂને ગ્રુપ Cમાં અફઘાનિસ્તાન સામે 84 રને હારી ગઈ હતી. અફઘાનિસ્તાને આ મેચમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા, જ્યારે ન્યુ ઝીલેન્ડની ટીમ જવાબમાં 15.2 ઓવરમાં માત્ર 75 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.T20 વર્લ્ડ કપમાં પાંચમો ઊલટફેરનો શિકાર શ્રીલંકા બની હતી. બંગલાદેશે શ્રીલંકન ટીમને બે વિકેટથી હારી ગઈ હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં નવ વિકેટે 124 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બંગલાદેશે 19 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.