મસ્કત (ઓમાન): આ વર્ષે સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં પુરુષ ક્રિકેટરોની T20 વર્લ્ડ કપ સ્પર્ધા રમાવાની છે. આ સ્પર્ધા 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. એ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ સુપર-12 ટીમો (અથવા બીજા તબક્કા) માટેના ગ્રુપની જાહેરાત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં (ગ્રુપ-2)માં સ્થાન મળ્યું છે.
રાઉન્ડ-1માં કુલ આઠ ટીમ છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ આપોઆપ ક્વાલિફાઈ થયા છે. તેઓ અન્ય છ ટીમ સામે રમશે, જેઓ યૂએઈમાં 2019માં રમાઈ ગયેલી ક્વાલિફાઈંગ સ્પર્ધા દ્વારા વર્લ્ડ કપમાં રમવા માટે ક્વાલિફાઈ થઈ છે. આ છ ટીમ છેઃ આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, નામિબિયા, સ્કોટલેન્ડ, પપુઆ ન્યૂગીની અને ઓમાન. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.
ગ્રુપિંગઃ
રાઉન્ડ 1: (8 ટીમ)
ગ્રુપ-A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, નામિબિયા
ગ્રુપ-B: બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુઆ ન્યૂગીની, ઓમાન
સુપર-12 રાઉન્ડઃ (12 ટીમ)
ગ્રુપ-1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2
ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1