સુશીલકુમારનો બર્થડે લોકઅપમાંઃ હત્યા-કેસમાં વધુ ચારની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં એક પહેલવાનની હત્યાને મામલે છ દિવસથી પોલીસ હિરાસતમાં રહેલાં બે વારના ઓલિમ્પિયન પદકવિજેતા સુશીલકુમારનો બુધવારે જન્મદિવસ લોકઅપમાં ગયો હતો. સુશીલકુમારનો જન્મદિવસ 26 મે, 1983એ હતો. પોલીસે જણાવ્યું હતું કે સુશીલકુમારના ચાર સાથીદારો- જે 23 વર્ષીય રેસલર સાગરના મોત તરફ દોરી જતા કથિત સંપત્તિ વિવાદના કેસમાં સંડોવાયેલા હતા, તેમને રોહિણી જિલ્લાની પોલીસ ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચને હવાલ કર્યા હતા.

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં સંપત્તિને લઈને વિવાદમાં 4-5 મેની મધ્યરાત્રિએ સ્ટેડિયમમાં ચડસાચડસીમાં સાગરના મિત્રો ઘાયલ થયા હતા. આ આરોપીઓને ઓળખ ભૂપેન્દર (38)ષ મોહિત (22), ગુલાબ (24)- હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી છે, જ્યારે એક રોહતક જિલ્લોનો રહેવાસી મનજિત (29) છે. આ આરોપીઓ કલા અસોડા અને નીરજ બવાના ગેન્ગના સક્રિય સભ્યો છે અને તેમની દિલ્હીના કાંજાવાલા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એ રાતે સુશીલકુમારે બોલાચાલી હતી.

એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ચારે આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. અમને આરોપીઓની કસ્ટડી મળી ગઈ છે અને ટીમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે.

સુશીલકુમાર અને તેના સાથી અજયની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરીને આ કેસ ક્રાઇમ બ્રાંચમાં તબદિલ કરવામાં આવ્યો હતો, જે હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલકુમારની સામે મિડિયામાં આવતા અહેવાલોથી પરિવાર નારાજ છે. સુશીલની માતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સુશીલના મિડિયા ટ્રાયલ પર પ્રતિબંધની માગ કરી છે.