પરિવારના સભ્યો સંક્રમિત થતાં IPLમાંથી ખસી ગયોઃ અશ્વિન

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કે જે IPLની 14મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો, તેણે IPL વચ્ચેથી છોડી દીધી હતી. જોકે કેટલાક દિવસો પછી IPL 2021 જ સ્થગિત થઈ ગઈ હતી. હવે અશ્વિને ખુલાસો કર્યો હતો કે તેણે કેમ વચ્ચે ટુર્નામેન્ટથી હટી જવાનો નિર્ણય લીધો હતો. અશ્વિને કહ્યું હતું કે IPL દરમ્યાન તેમના પરિવારમાં કોરોનાના કેસો આવવાને લીધે તેની રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. આવામાં અશ્વિન પાંચ મેચો પછી IPLમાંથી પાંચ મેચો પછી હટી ગયો હતો.

અશ્વિને યુટ્યુબ વિડિયોમાં કહ્યું હતું કે મારા પરિવારના દરેક સભ્ય કોરોનાથી સંક્રમિત થયો હતો. મારા પિતરાઈ ભાઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હું કમસે કમ આઠ-નવ દિવસ ઊંઘી નહોતો શક્યો. નહીં સૂવાને કારણે હું ટેન્શનમાં આવી ગયો હતો. હું ઊંઘ્યા વિના મેચ રમવા ઊતર્યો હતો. નહીં ઊંઘવાને કારણે મેં ઘરે ઘેર જવાનો નિર્ણય લીધો હતો. જ્યારે મેં IPLથી હટવાનો નિર્ણય લીધો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે હું આ પછી ક્રિકેટ રમી નહીં શકું.

જોકે સ્પિનર આર અશ્વિને એ સ્વીકાર કર્યો હતો કે તે IPLમાં પરત ફરવા વિશે વિચારી રહ્યો હતો કે IPL ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે કેટલોક સમય ક્રિકેટ નહીં રમાય. મારા ઘરે સભ્યો સ્વસ્થ થવા લાગ્યા, ત્યારે મેં IPLમાં પરત ફરવા વિચાર કર્યો હતો, પણ ત્યારે ટુર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

 

 

,