લંડનઃ WTC ફાઇનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીને સ્લિપ પર ફિલ્ડિંગ કરતા ભારતીય બેટ્સમેન શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. આ કેચ પર ઘણો વિવાદ થઈ રહ્યો છે. ભારતીય યુવા ઓપનર ગિલ પર મેચ ફીનો 115 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા પર 100 ટકા છે અને ગિલ પર અમ્પાયરના નિર્ણયની સામે સવાલ ઉઠાવવા પર 15 ટકા વધારાનો દંડ લગાવવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે પૂરી મેચની ફી પછી દંડની રકમ કોણ ભરશે?
ભારતની બીજી ઇનિંગ્સમાં ટીવી અમ્પાયર રિચર્જ કેટલબરોએ ગિલને આઉટ આપ્યો હતો, જેનો કેચ પકડતી વખતે કેમેરુન ગ્રીનનો હાથ જમીનને અડી ગયો હતો. એ દિવસે રમતને અંતે ગિલે ટીવી સ્ક્રીનની રિપ્લે શોર્ટ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. એને લઈને તમામ ક્રિકેટના નિષ્ણાત અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે કેચ સ્પષ્ટ હતો, જ્યારે હરભજન સિંહ અને અન્ય ક્રિકેટરોનું માનવું હતું કે અહીં થર્ડ એમ્પાયરથી ભૂલ થઈ હતી.
🔎🔎🤦🏻♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023
23 વર્ષીય ગિલે કહ્યું હતું કે બોલ ટર્ફ (જમીનને ટચ થયો) ટચ થતો દેખાયો, ત્યારે ગ્રીન એને પકડવાનો પ્રયાસ કરે છે. જોકે ગિલના આ પ્રકારના ટીકાના પ્રયાસથી ICCની આચારસંહિતાનું ઉલ્લંઘન થયાનું જણાવીને ICCએ ગિલ પર વધારાનો દંડ પણ લગાવ્યો હતો.