ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રાહુલ સફળ પુરવાર થશેઃ નેશ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ‘ધ વોલ’ને નામે જાણીતો છે. દ્રવિડનો ટેસ્ટમેચ રેકોર્ડ ઉત્કૃષ્ટ છે અને એ માટે હવે તેની પરીક્ષા થશે, કેમ કે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે હવે તેની નવી ઇનિંગ્સ શરૂ થશે, કેમ કે 25 નવેમ્બરથી ન્યુ ઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. દ્રવિડને ન્યુ ઝીલેન્ડ સામે T20 સિરીઝ 3-0થી જીતી લીધી છે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમ ન્યુ ઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સિરીઝમાં રાહુલ મુખ્ય કોચ તરીકે રહેશે.   

ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ડિયોન નેશનનું માનવું છે કે BCCIએ રવિ શાસ્ત્રીની જગ્યા દ્રવિડને મુખ્ય કોચ નિયુક્ત કરીને એક સારો વિકલ્પ પસંદ કર્યો છે. દ્રવિડ ઉત્કૃષ્ટ કોચ સાબિત થશે, કેમ કે તે સંપૂર્ણ રીતે પ્રોફેશનલ કોચ છે. જ્યારે આંતરાષ્ટ્રીય ટીમોની વાત આવે છે, તો ખેલાડીઓની સાથે સમય અને સંબંધ મહત્ત્વના હોય છે.  રાહુલ પહેલાં તેના સાથી ખેલાડી અનિલ કુંબલે ટીમનો કોચ હતો, પણ કેપ્ટન વિરાટ સાથે તેના અણબનાવ પછી મુખ્ય કોચ પદે તેના નામની અવગણના કરવામાં આવી હતી.

ટીમ પાસે ભલે વિશ્વનો સારો કોચ હોય, પણ ખેલાડીઓ સાથે તેને ના બને તો તે ક્યારેય સફળ નહીં થાય, પણ દ્રવિડ હવે નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છે. જેથી તેની પાસે ટીમ ઇન્ડિયા વધુ જીત અને ટ્રોફીઓ લાવશે, એવી અપેક્ષા છે, એમ તેણે કહ્યું હતું. તેણે દ્વવિડ સાથેના ક્રિકેટના દિવસો યાદ કર્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]