પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો પર પ્રતિબંધ નહીં મૂકાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને વધારે ઝડપથી અને વ્યાપક સ્તરે વધારવા માટે અને ઈથેનોલ, બાયો-LNG, ગ્રીન હાઈડ્રોજન જેવા વૈકલ્પિક ઈંધણોનો ઉપયોગ પણ વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે તે છતાં ડિઝલ અને પેટ્રોલ પર સંચાલિત વાહનોનું રજિસ્ટ્રેશન બંધ કરાવવાનો સરકારનો કોઈ વિચાર નથી. ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને દેશના લોકો તરફથી ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. એને કારણે આવા વાહનોનું વેચાણ વધી ગયું છે. તે છતાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ફરજિયાત કરવાની મને કોઈ જરૂર જણાતી નથી. હું તમને જણાવી દઉં કે ગ્રીન હાઈડ્રોજનનું ભવિષ્ય ઉજ્જવળ છે. હું તે આવતા મહિને હાઈડ્રોજન સંચાલિત કાર ખરીદવાનો છું.

એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ગડકરીએ ટકાઉ ઈંધણ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો વપરાશ વધારવા માટે સરકારના એ નિશ્ચયનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. એમણે જણાવ્યું કે એવિએશન ફ્યુઅલમાં ઈથેનોલનો ઉપયોગ 50 ટકા જેટલો કરાય એ માટે પણ પોતે આગ્રહ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]