વિશ્વ સ્પર્ધા જીતીને નીરજ ચોપરા, અર્શદ નદીમ થઈ ગયા માલામાલ

બુડાપેસ્ટ (હંગેરી): ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરાએ અહીં વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો છે. એણે ફાઈનલમાં 88.17 મીટર દૂરના અંતરે ભાલો ફેંકીને પ્રથમ નંબર હાંસલ કર્યો છે. બીજા ક્રમે પાકિસ્તાનનો અર્શદ નદીમ આવ્યો છે, જેણે 87.82 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ બંને જણને  જીત બદલ મોટી રકમની બક્ષિસ મળી છે.

આ જીત બદલ નીરજને 70,000 ડોલર મળ્યા છે. ભારતીય ચલણ અનુસાર આ રકમ થાય અંદાજે 58 લાખ રૂપિયા. અર્શદ નદીમને 35,000 ડોલર મળ્યા છે, જે લગભગ રૂપિયા 29 લાખ થાય. નીરજ ચોપરા 2024ની પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાઈ ઠર્યો છે. એણે 2021માં ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.