નાગપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝની પહેલી મેચ નાગપુરમાં શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયાના બોલરોની સામે મહેમાન ટીમ પૂરી રીતે લાચાર આવી હતી. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 177 રનમાં પૂરી થઈ ચૂકી છે. ટીમ ઇન્ડિયાની સ્પિન બોલિંગ સામે કાંગારુ ટીમ સંપૂર્ણ રીતે વિખેરાઈ રહી હતી. પહેલા દિવસની રમતને અંતે ટીમ ઇન્ડિયા 100 રન પાછળ છે. રોહિત શર્મા અડધી સદી ફટકારીને ક્રીઝ પર છે.
નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 177 રન પર ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશેને 49 રન બનાવ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પાંચ અને અશ્વિનને ત્રણ વિકેટ લીધી હતી. સિરાજ અને શમીને 1-1 સફળતા મળી હતી.
Solid batting from the India skipper.#WTC23 | #INDvAUS | 📝 https://t.co/rzMJy0hUFm pic.twitter.com/4RlxyjZ0Qo
— ICC (@ICC) February 9, 2023
જોકે નાગપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. કેપ્ટન રોહિત શર્મા ને વાઇસ કેપ્ટન કેએલ રાહુલે સારી શરૂઆત કરાવી હતી. રોહિતે પેહલી ઓવરમાં જ ત્રણ ચોક્કા સાથે 13 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ફરી એક વાર ફ્લોપ સાબિત થયો હતો. તેણે 71 બોલમાં માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. ટીમના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર અંદાજમાં 50 લગાવ્યા હતા.
Innings Break!
Brilliant effort from #TeamIndia bowlers as Australia are all out for 177 in the first innings.
An excellent comeback by @imjadeja as he picks up a fifer 👏👏
Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/RPOign3ZEq
— BCCI (@BCCI) February 9, 2023
નાગપુર ટેસ્ટ મેચ પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ હતી. ટીમે ટી-બ્રેક સુધી આઠ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ત્યાર પછી બે વિકેટ એકદમ સસ્તામાં પડી હતી.