નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે બાર્બાડોસમાં ભારતીય સમયાનુસાર રાત્રે આઠ વાગ્યે રમાશે. એક બાજુ દક્ષિણ આફ્રિકા સૌપ્રથમ વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે, જ્યારે બીજી બાજુ, ટીમ ઇન્ડિયા ICC ટ્રોફીનો દુકાળ ખતમ કરવા એડી ચોટીનું જોર લગાવશે.
ભારતે વર્ષ 2007માં ખિતાબ પોતાને નામે કર્યો હતો અને હવે ટીમ 17 વર્ષ પછી ઇતિહાસ રચવા પ્રયાસ કરશે, પરંતુ ટીમ માટે આફ્રિકા ટીમને હરાવવી સરળ નહીં હોય, પરંતુ શું તમે જાણો છો વિજેતા ટીમને કરોડો રૂપિયા ઇનામ મળવાનું છે અને સાથે રનર-અપ ટીમ પણ માલામાલ થશે.
T20 વર્લ્ડ કપની ઇનામી રકમ વિનર ટીમ- રૂ. 20.36 કરોડ રનર-અપ- રૂ. 10.64 કરોડ સેમી- ફાઇનલ- રૂ.6.54 કરોડ બીજા રાઉન્ડથી બહાર થનારી ટીમ- રૂ. 3.17 કરોડ નવથી માંડીને 20મા સ્થાનવાળી ટીમ- રૂ. 1.87 કરોડ પહેલા, બીજા રાઉન્ડવાળી ટીમ- રૂ. 25.89 લાખ |
ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીતનારી ટીમે રૂ. 20.36 કરોડનું ઇનામ મળશે. જોકે T 20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલાં આટલા રૂપિયા આજ સુધી નથી મળ્યા. આ સિવાય આશરે રનર-અપ ટીમને રૂ. 10.64 કરોડ મળશે. આ સાથે સેમી ફાઇનલમાં પહોંચનારી ટીમો- ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને પણ આશરે રૂ. 6.54 કરોડ આપવામાં આવશે.
ICC T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. એને કારણે ICCએ આ ટીમો વચ્ચે રૂ. 93.51 કરોડ વહેંચવાનો નિર્ણય લીધો છે. બધી સુપર આઠ ટીમોને રૂ. 3.17 કરોડ આપવામાં આવશે.