કોહલીના સમર્થનવાળી કંપનીનું મૂલ્ય જબ્બર વધી ગયું

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે ડિજિટ ઈન્શ્યુરન્સ કંપનીને હાલના તેમજ નવા ઈન્વેસ્ટરો તરફથી 20 કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ મળ્યું છે. એને કારણે કંપનીની માર્કેટ વેલ્યૂ વધીને 3.5 અબજ ડોલર (આશરે રૂ. 26,000 કરોડ) થઈ ગઈ છે. ડિજિટ ઈન્શ્યુરન્સ કંપની માત્ર ડિજિટલની બાબતમાં જનરલ વીમા કંપની છે. કોહલી આ કંપનીનો ઈન્વેસ્ટર ઉપરાંત બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપનીને હાલના ઈન્વેસ્ટર – ફેરિંગ કેપિટલ અને નવા ઈન્વેસ્ટરો – સિક્વોયા કેપિટલ અને IIFL ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સ કંપનીઓ તરફથી પણ અઢળક મૂડીનું રોકાણ મળતાં કંપનીનું વેલ્યુએશન બમણું થઈ ગયું છે. ગયા જાન્યુઆરીમાં વેલ્યૂએશન 1.9 અબજ ડોલર હતું, જે હવે વધીને 3.5 અબજ ડોલર થઈ ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]