કપિલ દેવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ફટકાર લગાવી

નવી દિલ્હીઃ દેશ મોટો કે IPL? હવે ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ 2021માંથી બહાર થઈ ગઈ છે, જેથી આ સવાલ ફરી પુછાવા માંડ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મુદ્દે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે. આ મામલો BCCIથી ગંભીરતાથી લેવાની અરજ કરી છે. તેમણે કહ્યું હતું કે ખેલાડીઓએ આ બધું ભૂલીને આગામી વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેના આયોજનમાં હવે વધુ સમય નથી. ભારતે હવે આગામી મેચની તૈયારી કરવી જોઈએ. ખેલાડીઓને એક્સપોઝર મળી રહ્યું છે, તેઓ તેનો ભરપૂર ઉપયોગ નથી કરી શક્યા, એમ તેમણે કહ્યું હતું.

ટીમના કેટલાક ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરવાથી વધુ IPLને મહત્ત્વ આપી રહ્યા છે, તો હવે મારે કશું કહેવાનું નથી. ખેલાડીને દેશ માટે રમવા પર ગર્વ થવો જોઈએ. તેમણે રમવા માટે દેશને પ્રાથમિકતા આપવી જોઈએ. હું એમ નથી કહેતો કે તેઓ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ના રમો, પણ એ BCCIની જવાબદારી હોવી જોઈએ કે તેઓ ક્રિકેટનું સારી રીતે આયોજન કરી શકે. આપણે હાલની ટુર્નામેન્ટની ભૂલ આગળ ના બેવડાવાય તો એ આપણા માટે મોટો સબક છે.

કપિલ દેવે T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર IPLને જવાબદાર ઠેરવી હતી. મને ખેલાડીઓની આર્થિક સ્થિતિ વિશે નથી, એટલે હું વધુ કંઈ નથી કહેતો, એમ તેમણે કહ્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]