નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે આશરે પાંચ મહિનાથી બહાર છે, તે ના એશિયા કપ રમી શક્યો અને ના T20 વર્લ્ડ કપ. બુમરાહ IPLને મિસ કરશે, પણ WTC ફાઇનલ અને એશિયા કપ 2023 પણ ના રમે એવી શક્યતા છે. બુમરાહ હાલ ટીમમાં વાપસી નહીં કરે. વર્ષ 2022માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહની કમરમાં ઇજા થઈ હતી, જે પછી તેની સારવાર ચાલી રહી છે, પણ હજી ખતમ નથી. 2022ની તમામ મહત્ત્વની મેચ હોય. એશિયા કપ હોય કે પછી T20 વિશ્વ કપ હોય, આ બધાથી બુમરાહને દૂર રહેવું પડ્યું હતું. ફેન્સને પણ અપેક્ષા હતી કે 2023માં થનારી મેચોમાં બુમરાહ કમબેક કરશે, પણ એનું પરત આવવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.
બુમરાહે ફીલ્ડ પર જલદી પરત આવવા માટે તેણે પીઠની સર્જરી કરાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. તે જલદી ન્યુ ઝીલેન્ડ રવાના થવાનો છે. જોકે બુમરાહે એ મામલે કોઈ ખુલાસો નહોતો કર્યો, પણ મિડિયા અહેવાલો કહે છે કે BCCIની મેડિકલ ટીમ અને NCA મેનેજમેન્ટે બુમરાહની પીઠની સર્જરી કરાવવા માટે ન્યુ ઝીલેન્ડના એક સર્જનને પસંદ કર્યો છે. એ સર્જને જ હાલમાં જોફ્રા આર્ચરની સારવાર કરી હતી. જસપ્રીત બુમરાહને ટલદી ઓકલેન્ડ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હવે જસપ્રીત બુમરાહ પીઠની સર્જરી કરાવશે તો તેને આશરે 20-24 સપ્તાહ એટલે કે 5-6 મહિને જોઈશે. જેથી માર્ચમાં શરૂ થતી IPLથી માંડીને જૂનમાં થનારી WTCની ફાનલ અને કદાચ સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપ સુધી તે કોઈ પણ મેચમાં રમી નહીં શકે.
