ટીમ ઇન્ડિયાને નવ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલમાં

ઇન્દોરઃ ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને નવ વિકેટે હરાવી દીધું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 76 રનનું લક્ષ્ય આપ્યું હતું, જે પછી ઓસ્ટ્રેલિયાની ટીમે એક વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. ટ્રેવિસ હેડ 49 અને લાબુશેન 28 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ત્રીજા દિવસે અશ્વિને ખ્વાજાને આઉટ કરીને પહેલી સફળતા અપાવી હતી, પણ ત્યાર બાદ ભારતીય બોલરો વિકેટ લેવામાં સફળ નહોતા રહ્યા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.

આ પહેલાં ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં 163 રન બનાવી શકી હતી, જેમાંથી ઓસ્ટ્રેલિયાને 76 રનનું લક્ષ્ય મળ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ઓફ સ્પિનર નાથન લિયોને 64 રન આપીને આઠ વિકેટ લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 59 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતી પહેલી ઇનિંગ્સમાં 109 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવીને 88 રનની લીડ મેળવી હતી.

ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવી દીધું છે. આ હાર પછી ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં છ વર્ષ પછી કોઈ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરી 2017માં પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 333 રનથી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા ત્યાર બાદ ભારતમાં અત્યાર સુધી છ ટેસ્ટ મેચ રમ્યું હતું અને ઇન્દોરમાં જીત હાંસલ કરી હતી. જોકે આ દરમ્યાન એણે ચાર ટેસ્ટ મેચમાં હાર ખમવી પડી હતી. એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.