મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. તે મેચ ચેન્નાઈમાં રમાશે. સ્પર્ધાની મેચો ચેન્નાઈ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં રમાશે. ફાઈનલ મેચ તથા તમામ પ્લેઓફ્સ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
સ્પર્ધાની તમામ મેચો ખાલી સ્ટેડિયમોમાં રમાશે. દર્શકોને મેચ જોવાની પરવાનગી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર સાથે મસલત કરાયા બાદ લેવાશે. લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે મેચ રમશે. કુલ 56 મેચોમાંથી ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ 10-10 મેચો યોજશે જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચો રમાશે. બપોરની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે જ્યારે રાતની મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.
સ્પર્ધાનો સમગ્ર કાર્યક્રમ વાંચવા અહીં ક્લિક કરોઃ
(તસવીર સૌજન્યઃ iplt20.com/)