નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સતત સામે આવી રહેલા કેસોને જોતા ભારત સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઘરની બહાર જવાની મંજૂરી નથી. કોરોનાના કારણે 29 માર્ચથી શરુ થવા જઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઈપીએલની લાઈવ મેચ ભલે ફેન્સ 29 માર્ચથી નહી જોઈ શકે પરંતુ ક્રિકેટનો રોમાંચ રોકાશે નહી. આઈપીએલના ફેન્સે નિરાશ થવાની જરુર નથી કારણ કે 29 માર્ચથી જ ટૂર્નામેન્ટનું પ્રસારણ કરનારી ચેનલોએ દર્શકો માટે જૂના દર્શકો મમાટે જૂની રોમાંચક મેચોને બીજીવાર બતાવવાનો નિર્ણય કર્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોનું પ્રસારણ કરનારી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સે ઘરે બેઠેલા ફેન્સને ધ્યાનમાં રાખતા 50 રોમાંચક મેચોની પસંદગી કરી છે. આ મેચોને 29 માર્ચથી બતાવવામાં આવશે. આમાં ધોનીના હેલિકોપ્ટર શોર્ટ વાળી વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી શાનદાર મેચ હશે. આ લિસ્ટમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મળેલી રોમાંચક જીત વાળી મેચ પણ જોવા મળશે.
50 સૌથી રોમાંચક મુકાબલાઓની શરુઆત આઈપીએલની પહેલી મેચથી થશે કે જ્યાં કોલકત્તાની મેચ બેંગ્લોર સાથે થઈ હતી. આ મેચમાં બ્રેંડન મેક્કુલમે 73 બોલ પર ધમાકેદાર 153 રનની મેચ રમીને ટૂર્નામેન્ટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.