હેમિલ્ટનઃ લીડ્સમાં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ઇંગ્લેન્ડે ભારતને લંચ થવાની 15 મિનિટ પહેલાં એક ઇનિંગ્સ અને 76 રનથી સજ્જડ હાર આપીને ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરાબરી કરી છે. ઓલી રોબિન્સને પાંચ વિકેટ લીધી હતી. ત્રીજી દિવસની રમતના અંતે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ મળીને ક્રીઝ પર ઊભા રહીને મેચ રસપ્રદ બનાવી હતી.
પૂજારા અને કોહલી ક્રીઝ પર ઊભા રહેતાં કરોડો ક્રિકેટરસિયાઓને આશા હતી કે મેચ આ બંને ક્રિકેટરો મેચ બચાવશે અને ચોથા દિવસે બાકીના બેટ્સમેનો ઇંગ્લેન્ડ સામે એક સારો લક્ષ્યાંક મૂકશે, પણ ચોથા દિવસની રમતના પ્રારંભે નવા બોલ સાથે ચોથી ઓવરમાં રોબિન્સને પૂજારાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. એ પછી એક-એક કરીને બેટ્સમોનો રોબિન્સનની બોલિંગ સામે ટકી નહોતા શક્યા. ભારતની સંપૂર્ણ ટીમ 99.3 ઓવરોમાં 278 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની ટીમ એક ઇનિંગ્સ અને 76 રનથી હારી ગઈ હતી. પાંચ વિકેટ લેનારા ઓલી રોબિન્સનને મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
What a performance! A very special win!! 🦁🦁🦁
Scorecard/Clips: https://t.co/Mp7TbxjOTi
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/CjKBvUUcvh
— England Cricket (@englandcricket) August 28, 2021
ચોથા દિવસની ચોથી ઓવરમાં પૂજારાને રોબિન્સને આઉટ કર્યા પછી ક્રીઝ પર કોઈ બેટ્સમેન ટકી નહોતો શક્યો. વિકેટોનું પતન એટલું જલદી થયું હતું કે ભારતે છેલ્લી આઠ વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી હતી.
આ પહેલાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં ટીમ 78 પર ઓલઆઉટ થઈ હતી, એ પછી ઇંગ્લેન્ડે જંગી સ્કોર બનાવતાં પહેલી ઇનિંગ્સમાં 432 રન બનાવ્યા હતા.