હૈદરાબાદઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચ આજે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લાં ચાર વર્ષથી ન્યુ ઝીલેન્ડથી મળેવી હારથી ટીમ ઇન્ડિયા બહાર નીકળવા મથશે. ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે છેલ્લી વનડે મેચ ત્રીજી ફેબ્રુઆરી, 2019એ વેલિંગ્ટનમાં જીતી હતી. ન્યુ ઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયા સામે જીતવાની ઝુંબેશ જારી રાખવાની અપેક્ષા કરશે. જોકે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે 25,000 રન બનાવવાની તક છે. હાલ કોહલી 25,000થી માત્ર 119 રન દૂર છે.
આ વર્ષનો પ્રારંભ ટીમ ઇન્ડિયા T20 અને વનડે સિરીઝની જીત સાથે કર્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષની પહેલી વનડે સિરીઝમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વિપ આપી હતી. ભારતે છેલ્લે વનડે મેચમાં શ્રીલંકાને રેકોર્ડ 317 રનોથી માત આપી હતી. જો ભારત ન્યુ ઝીલેન્ડ સામે જીતનો સિલસિલો જારી રાખશે તો એ છેલ્લાં 13 વર્ષમાં 23 વનડે ઘરેલુ સિરીઝ જીતશે. જોકે ટીમ ઇન્ડિયાના ચોથા ક્રમના બેટ્સમૈન શ્રેયસ ઐયર ઇજાને કારણે ન્યુ ઝીલેન્ડ સામે રમી નહીં શકે. તેની જ્ગ્યાએ ઇશાન કિશન મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે.
ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ 2003માં હૈદરાબાદમાં 145 રનોઝી જીત મેળવી હતી. હૈદરાબાદનું હાલ તાપમાન 15થી 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વરસાદની સંભાવના નથી. હૈદરાબાની પિચ સ્પિનર્સ માટે સાનુકૂળ છે. ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યઝુવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, ઉમરાન મલિક.