નવી દિલ્હીઃ દિલ્હીમાં એકતરફ જ્યાં કોરોના વાયરસ મહામારીનો કાળો કેર ચાલી રહ્યો છે ત્યાં જ ગુનાખોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. પૂર્વ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના પિતા દીપક ગંભીરની SUV કાર ચોરી થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના બુધવાર રાતની છે. દીપક ગંભીરની ટોયોટા ફોર્ચ્યુનર કાર ગંભીર પરિવારના ઘરની બહાર પાર્કિંગમાં રાખી હતી, જ્યાંથી ચોરો ઉઠાવી ગયા છે. એ કારને ગયા બુધવારે બપોરે પાર્ક કરવામાં આવી હતી, પણ ગુરુવારે સવારે તે ગાયબ હતી. પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરુ કરી છે. આરોપીઓ હજી પકડાયા નથી.
દિલ્હીની આમ આદમી પાર્ટીને મુખ્યત્વે નિશાને લેનારા ભાજપના સાંસદ કોરોના વાયરસની મહામારી વચ્ચે ખૂબ સક્રિય છે. ગત દિવસોમમાં આ બિમારીને રોકવા માટે મેડિકલ ઉપકરણોની ખરીદીમાં ગૌતમ ગંભીરે 1 કરોડ રુપિયાની સહાય આપવાની રજૂઆત કરી હતી. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર પણ લખ્યો હતો. પોતાના પત્રમાં ગંભીરે જણાવ્યું હતું કે, તેમણે બે સપ્તાહ પહેલા દિલ્હી સરકારને મેડિકલ ઉપકરણો ખરીદવા માટે પોતાના તરફથી 50 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી હતી. ગંભીરે પત્રમાં કહ્યું કે, મેડિકલ ઉપકરણોની ખરીદી માટે સાંસદ નિધિમાંથી પણ 50 લાખ રુપિયા આપીશું.
હકીકતમાં ગૌતમ ગંભીરે કોરોના વાયરસને ધ્યાને રાખતા મેડિકલ ઉપકરણોની ખરીદી માટે પૈસા આપવાની જાહેરાત દિલ્લહી સરકારની પીપીઈ કિટને લઈને આપવામાં આવેલી પ્રતિક્રિયા બાદ કરી હતી. દિલ્હી સરકાર દ્વારા આમ આદમી પાર્ટીએ ગત દિવસોમાં કેન્દ્ર સરકાર પાસેથી પીપીઈ કીટની માંગ કરતા કહ્યું હતું કે, એકવાર ફરીથી યાદ કરાવ્યું છતા પણ કેન્દ્ર સરકાર પીપીઈ કીટ ઉપ્લબ્ધ કરાવી રહી નથી. આમ આદમી પાર્ટીએ આ મામલે ટ્વીટ કર્યું હતું. આના જવાબમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કોરોના વાયરસ સામે લડવા માટે પોતાના તરફથી 1 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી હતી.