કોરોના-સંકટઃ વિદેશી એથ્લીટ્સ પર જાપાનમાં હાલ પ્રતિબંધ

ટોક્યોઃ સમર ઓલિમ્પિક પહેલાં દેશમાં તાલીમ માટે વિદેશી એથ્લીટોને મંજૂરી આપવા પર જાપાને હંગામી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે, કેમ કે ગેમ્સ યોજાવાના છ મહિના પહેલાં કોવિડ-19ના કેસોમાં ઉછાળો આવતાં જાપાને સરહદ બંધ કરી દીધી હતી. વળી, આ સસ્પેશન ટોક્યો અને અન્ય મુખ્ય શહેરોમાં ઇમર્જન્સીને લીધે દેશમાં નિર્ધારિત ગેમ્સ પહેલાં કોરોનાના કેસોના અંત માટે સાત ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો છે.   

જાપાના કોરોના સંક્રમણમાં રેકોર્ડ વધારા સામે ઝઝૂમી રહ્યું છે, જેથી સરકારે બોર્ડર પર નિયંત્રણ કરવા અને ઇમર્જન્સી સ્થિતિના વિસ્તરણ કરીને દેશની અડધી વસતિને કવર કરવામાં મદદ મળી છે. એથ્લીટ છૂટને અટકાવવા માટે આ સપ્તાહે બિઝનેસ ટ્રાવેલર પણ સરકારના હંગામી પ્રતિબંધનું પાલન કરશે.

 આ હંગામી પ્રતિબંધમાં બિનનિવાસી વિદેશી એથ્લીટ અને જે-લીગ સોકર સહિતના જાપાની સ્પોર્ટ્સ લીગ સાથેના કોચ અને પહેલી ફેબ્રુઆરી શરૂ થનારી નિપ્પોન પ્રોફેશનલ બેઝબોલનો સમાવેશ પણ થાય છે, એમ ક્યોડોના અહેવાલ કહે છે. જોકે આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જાપાનીઝ એથ્લીટ્સને દેશમાં પુનઃપ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેઓ 14 દિવસ સુધી પ્રેક્ટિસ કરી શકશે નહીં અથવા સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે.