નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના એશિયા કપમાં નિરાશાજનક દેખાવ પછી ઓસ્ટ્રેલિયાની સાથે સિરીઝ રમવાની છે. ભારતમાં આ થનારી આ સિરીઝથી ટીમ ઇન્ડિયાને નુકસાન થવાની વકી છે, કેમ કે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં થવાનો છે અને ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલાં ભારતમાં રમવાની છે. ઓસ્ટ્રેલિયાની પિચ અને ભારતની પિચોમાં જમીન-આસમાનનું અંતર છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.
ભૂકપૂર્વ ક્રિકેટરનું માનવું છે કે BCCIની અહીં એક બહુ મોટી ભૂલ છે. જો ઓસ્ટ્રેલિયાની સાથે સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમવાની હોત તો ટીમ ઇન્ડિયાને ત્યાંની પિચોમાં રમવાનો લાભ મળત, પણ ભારતીય બેટ્સમેનોની નેટ પ્રેક્ટિસ ભારતીય પિચો પર થવાની છે અને વર્લ્ડ કપ રમવાનો એ ઓસ્ટ્રેલિયામાં. બીજી બાજુ ઝડપી બોલિંગ આક્રમણ પણ નબળું પડી શકે છે.
ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની સાથે સિરીઝ રમવાની છે અને બંને સિરીઝ ભારતમાં આયોજિત કરવામાં આવી રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અંતર પિચનું છે. ભારતીય બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ વખતે ત્યાંની પિયો પર મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે T20ની મેચોની સિરીઝ રમવાની છે અને એ પછી સાઉથ આફ્રિકા સામે એક સિરીઝ રમવાની છે. એ પછી આવતા મહિને T20 વર્લ્ડ કપ રમાવાનો છે.