મુંબઈઃ ટોક્યોમાં 23 જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ઓલિમ્પિક ગેમ્સમાં હિસ્સો લેવા માટે જઈ રહેલા ભારતીય ગ્રુપની મદદ માટે વિશ્વની સૌથી શ્રીમંત ક્રિકેટ સંસ્થા BCCI આગળ આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથ્લીટોની મદદ કરવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ને રૂ. 10 આપવાની જાહેરાત કરી છે. BCCIએ આ નિર્ણય રવિવારે થયેલી મીટિંગમાં લીધો હતો. BCCIની આ બેઠકમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો. બોર્ડે નિવેદન જારી કર્યું હતું કે BCCI ભારતીય ખેલાડીઓની દરેક પ્રકારે મદદ કરવાનો નિર્ણય લીધો છે. IOA અને સ્પોર્ટ્સ મંત્રાલયની વિનંતી પછી BCCIની ટોચની કાઉન્સિલે IOAને સહયોગ કરવાનો નિર્ણય લીધો હતો, જે માટે રૂ. 10 કરોડની આર્થિક મદદ કરવામાં આવશે.
BCCIએ મદદનો પ્રકાર IOAની સાથે વાત કર્યા પછી નક્કી કરશે. બોર્ડે કહ્યું હતું કે આ ફંડનો ઉપયોગ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા આપણા ટોચના ખેલાડીઓની તૈયારી અને તેમના ઉદ્દેશો માટે કરવામાં આવશે. સ્પોર્ટ્સ મંત્રાલય અને IOAની વાત કર્યા પછી ચુકવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.
કિટ સ્પોન્સર લિ નિંગ હટ્યા પછી BCCIથી મળેલા આ ફંડથી ભારતીય જૂથને કેટલાય પ્રકારની મદદ મળી રહેશે, જેમાં ટ્રેનિંગ અને તૈયારીઓ પણ સામેલ છે. BCCIએ કહ્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સના વિકાસમાં બોર્ડ પૂરી મદદ કરવા માટે તૈયાર છે.