ફાઇનલ ધોવાતાં સહેવાગે ICCને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. આ મેચમાં અત્યાર સુધી ચારમાંથી બે દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા છે. પાંચમા દિવસના શરૂઆતના કલાકો ધોવાયા પછી મેચ હાલ શરૂ થઈ છે. જોકે મેચમાં વરસાદના વિઘ્નને કારણે ફેન્સમાં ખાસ્સી નારાજગી છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ભારે ગુસ્સો ICC સામે વ્યક્ત કર્યો છે.

તેણે ટ્વીટ કરતાં લખ્યું છે કે બેટ્સમેનને પણ ટાઇમિંગ નથી મળ્યો ઢંગનો અને ICCને પણ. વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ દ્વારા ICCને ફટકાર લગાવી છે. આ ફાઇનલ ટેસ્ટ મેચના પહેલા દિવસે પણ સોરોએવો વરસાદ થયો હતો અને મેચ નહોતી રમાઈ, જ્યારે બીજા અને ત્રીજા દિવસે પણ વરસાદનો વિઘ્ન હતું.

ચોથો દિવસ વરસાદને કારણે વરસાદે ધોઈ કાઢ્યો હતો. જેવું સહેવાગે ટ્વીટ કર્યું કે સોશિયલ મિડિયા પર ક્રિકેટ ફેન્સ એક્ટિવ થઈ ગયા અને ICC પર ભારે ગુસ્સો વ્યક્ત કર્યો. ફેન્સે ધડાધડ ટ્વીટ કર્યા.

ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા હતા, જ્યારે સામે પક્ષે ન્યુ ઝીલેન્ડે બે વિકેટે 101 રન બનાવ્યા હતા.