એશિઝ 2023: પાંચમી ટેસ્ટ પછી વોર્નર, સ્મિથ સંન્યાસ લેશે?

લંડનઃ ઇન્ગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ હવે પૂરી થવામાં છે. પાંચ મેચોની સિરીઝની છેલ્લી મેચ ગુરુવારથી ઇંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે. છેલ્લી ટેસ્ટ મેચના પ્રારંભ પહેલાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને આશ્ચર્યચકિત કરનારું નિવેદન આપ્યું છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે ઓવલ ટેસ્ટ ડેવિડ વોર્નરની કેરિયરનો અંત છે અને સ્ટીવ સ્મિથ માટે પણ આ સ્થળે છેલ્લી ટેસ્ટ હોઈ શકે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે આ એક અફવા પણ હોઈ શકે છે.ચોથી ટેસ્ટના પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો, ત્યારે વોને કહ્યું હતું કે વરસાદના દિવસોમાં આવું હંમેશાં થાય છે, જ્યારે પત્રકાર થોડા કંટાળી જાય છએ અને કેટલાક લોકો ગુસપુસ કરવાનું શરૂ કરે છે, પણ ગોસિપ હતી કે અને મને નથી માલૂમ પણ વોર્નરની ઓવલમાં છેલ્લી મેચ છએ અને તે નિવૃત્તિ પણ લે એવી શક્યતા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હું આ બાબતે નિશ્ચિત નથી, પણ સ્ટીવ સ્મિથ વિશે જોરદાર ગોસિપ હતી કે ઓવલમાં ઓસ્ટ્રેલિયા તરફથી તેને છેલ્લી તક મળી શકે. જોકે આ માત્ર શક્યતા છે. વોર્નરે પહેલાં જ આગામી વર્ષના પ્રારંભમાં પાકિસ્તાન વિરુદ્ધ સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની યોજનાની ઘોષણા કરી હતી. જોકે સ્મિથની પાસે હજી કેટલાંક વર્ષો બાકી છે. જોકે આગામી વખત તે રમશે તો એ ઇંગ્લેન્ડમાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ હોઈ શકે. હવે પછીની એશિઝ 2027માં રમાશે.