રાહુલ, કોહલીની આક્રમક બેટિંગથી પાક સામે ભારતનો તોતિંગ સ્કોર

કોલંબોઃ વરસાદથી અડચણવાળી મેચમાં KL રાહુલ અને કોહલીએ -બંનેએ આક્રમક સદી ફટકારી હતી.   રાહુલે 106 બોલમાં 111 રન ફટકારીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે કોહલીએ 94 બોલમાં 122 રન ફટકાર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાની બોલરો વિકેટ લેવા માટે તરસી રહ્યા છે. રાહુલે તેની કેરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 13,000 રન પૂરા કર્યા હતા. કોહલીએ આ સાથે આ વર્ષે 1000 રન પૂરા કર્યા હતા. આ સાથે ભારતનો સ્કોર પાકિસ્તાન સામે 356 રનનો થયો છે.

 ગઈ કાલે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પ્રેમદાસામાં સુપર ચારની મેચ વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. જેને કારણે મેચને રિઝર્વ ડે પર રમાડવામાં આવી રહી છે.ગઈ કાલે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી ત્યારે ભારતે 24.1  ઓવરમાં બે વિકેટે 147 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં ભારતને બેટિંગ આપી હતી.

ભારતના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે આક્રમક રમત દાખવી હતી. રોહિતે 49 બોલમાં  56 રન બનાવ્યા હતા, જેમાં ચાર છક્કા અને છ ચોક્કા ફટકાર્યા હતા, જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટીમ સુપર ચારથી આગળ વધી ન શક્યું. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને ટીમ અજય રહી હતી, પરંતુ સુપર 4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી દીધું હતું.

એશિયા કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ વન ડે ફોર્મેટમાં પાંચમાંથી પાંચ મેચ જીતી છે. T20 ફોર્મેટમાં બે મેચ હાર્યા છે અને ત્રણ જીતી ચૂક્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વનડે ફોર્મેટમાં હશે.