હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની AAPની તૈયારી

નવી દિલ્હીઃ પંજાબમાં ભારે બહુમતી સાથે સત્તા કબજે કરીને આશ્ચર્ય સર્જનાર આમ આદમી પાર્ટી આ વર્ષમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબમાંથી પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરે એવી ધારણા છે. આ મહિનાના અંત સુધીમાં AAP રાજ્યસભામાં પાંચ બેઠક ધરાવતી થશે.

એવા અહેવાલો છે કે, પંજાબના નવા મુખ્ય પ્રધાન ભગવંત માને ચૂંટણી પ્રચાર વખતે વચન આપ્યું હતું કે જો એમની પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે તો જલંધરમાં સ્પોર્ટ્સ યૂનિવર્સિટી બનાવશે. સૂત્રોનું કહેવું છે કે માન આ સૂચિત સ્પોર્ટ્સ યૂનિવર્સિટીનું સંચાલન કદાચ ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજન સિંહને સોંપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]