પોલેન્ડની કેરોલીના બની મિસ વર્લ્ડ-2021

પોલેન્ડની સુંદરી કેરોલીના બિલાવસ્કાએ 70મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં તાજ જીત્યો છે. બુધવાર, 16 માર્ચની રાતે પ્યુર્ટો રિકોના પાટનગર સેન જુઆનના કોકા-કોલા મ્યુઝિક હોલમાં આયોજિત રંગારંગ કાર્યક્રમને અંતે કેરોલીનાને મિસ વર્લ્ડ-2021 વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ગયા વર્ષે કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાતાં મિસ વર્લ્ડ-2021 સ્પર્ધા મોકૂફ રાખવી પડી હતી.

 

મિસ વર્લ્ડ-2020 ટોની-એન સિંહ (જમૈકા)એ કેરોલીનાને તાજ પહેરાવ્યો હતો. ફર્સ્ટ રનર-અપનું ઈનામ અમેરિકાની ભારતીય-અમેરિકન શ્રી સૈનીએ જીત્યું હતું જ્યારે સેકન્ડ રનર-અપ આઈવરી કોસ્ટની ઓલિવિયા યેશ બની હતી.

આ વખતની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ માનસા વારાણસીએ કર્યું હતું, પરંતુ એ ટોપ-6માં સ્થાન મેળવી શકી નહોતી. કેરોલીનાએ 98 દેશોની સુંદરીઓને હરાવીને તાજ જીત્યો છે.

2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.

(તસવીર સૌજન્યઃ @MissWorldLtd)