દક્ષિણના ફિલ્મી દિગ્ગજો સરદાર સ્મારકની મુલાકાતે…

દક્ષિણ ભારતની ફિલ્મોના ટોચના દિગ્દર્શકોમાંના એક, એસ.એસ. રાજામૌલીએ એમની આગામી બિગબજેટ ફિલ્મ ‘RRR’ના અભિનેતાઓ – જુનિયર એનટીઆર અને રામચરણની સાથે 20 માર્ચ, રવિવારે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર (કેવડિયા)સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી અને પશ્ચાદભૂમાં સ્મારક દેખાય એ રીતે તસવીરો પડાવી હતી. તેઓ એમની આગામી ફિલ્મના પ્રમોશન માટે સ્મારકની મુલાકાતે આવ્યા હતા. આ સાથે જ, કોઈ ફિલ્મના પ્રચાર માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર ‘RRR’ પહેલી જ ફિલ્મ બની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]