જાન્વી કપૂરે તિરુપતિ મંદિરમાં જઈ દર્શન કર્યાં…

બોલીવુડ અભિનેત્રી જાન્વી કપૂરે પારંપારિક દક્ષિણ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને અને કોરોના બીમારીને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી માસ્ક પહેરીને આંધ્ર પ્રદેશના તિરુમાલાસ્થિત હિન્દુઓનાં આસ્થાસ્થળ અને જગવિખ્યાત ભગવાન વેંકટેશ્વર મંદિર (તિરુપતિ મંદિર તરીકે પ્રખ્યાત) મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. જાન્વી એની એક સહેલી સાથે મંદિરની મુલાકાતે ગઈ હતી. બંનેએ બાદમાં પ્રસાદ લીધો હતો અને મંદિરનાં પૂજારીઓ પાસેથી આશીર્વાદ મેળવ્યાં હતાં. અમુક મહિના અગાઉ જાન્વી ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની જાત્રાએ પણ ગઈ હતી. ત્યારે એની સાથે સહ-અભિનેત્રી સારા અલી ખાન પણ હતી. (તસવીર સૌજન્યઃ haashtagcinema)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]