બજારમાં તેજીની હોળીઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારમાં તેજીએ જોરદાર રીતે હોળી રમી હતી. US ફેડના નિર્ણયને લીધે શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1047 પોઇન્ટ ઊછળી 57,863.93ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 312 પોઇન્ટ ઊછળી 17,300ની સપાટીની નજીક બંધ આવ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ સેશનમાં 5000 પોઇન્ટથી વધુ ઊછળ્યો હતો અને નિફ્ટી 50માં 1400 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19 લાખ કરોડનો વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં IT  સિવાય બધા ક્ષેત્રોના ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો. નિફ્ટી બેન્કેક્સ 680 પોઇન્ટ વધી 36,429ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે મિડકેપ 393 પોઇન્ટ ઊછળી 28,978 પોઇન્ટ વધ્યો હતો.

ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજદર 0.25 ટકા વધાર્યા હતા, જેને બજારે વધાવી લીધા હતા. ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કર્યો હતો. આ સાથે આવનારા સમયમાં નીતિ વિષયક વ્યાજદરને વધુ વધારવામાં આવશે અને ધિરાણ નીતિને આકરી બનાવવામાં આવશેના સંકેતો છતાં બજારમાં તેજી થઈ હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ 11 ફેબ્રુઆરી પછી પહેલી વાર લેવાલ હતા. FIIન પરત ફરતાં જોઈ ઘરેલુ રોકાણકારોએ પણ પસંદગીના શેરોમાં લાવ-લાવ કર્યું હતું. સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ 2313 પોઇન્ટ અને નિફ્ટી 656 પોઇન્ટ ઊછળ્યા હતા. રશિયા અને યુક્રેન યુદ્ધ અંત આવવાના સંકેતોએ અને ક્રૂડની નરમાઈ શેરોમાં તેજી થઈ હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]