સોનલ અંબાણીની ‘ધ સમિટ ઓફ વુમન્સ વોઇસિસ’ ART મુંબઈ 2025માં થશે પ્રદર્શિત

ન્યૂયોર્ક સ્થિત આઇકોન ગેલેરીએ જાહેરાત કરી છે કે કલાકાર સોનલ અંબાણીની સ્મારકરૂપ નવી શિલ્પકૃતિ ‘ધ સમિટ ઓફ વુમન્સ વોઇસીસ’ ART મુંબઈ ૨૦૨૫માં પ્રદર્શિત થવા જઈ રહી છે. સ્ટેનલેસ સ્ટીલમાં બનેલી આ પિરામિડ આકારની કૃતિ 15 ફૂટ ઊંચી અને 18 ફૂટ પહોળી છે.

આ શિલ્પ નારીની સામૂહિક સ્થિતિ સ્થાપકતા, શાણપણ અને એકતાના શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે. સ્ટેનલેસ સ્ટીલ પર Mother, Leader, Creator, અને Survivor (માતા, લીડર, સર્જક, અને સર્વાઈવર) જેવા શબ્દોને બહુવિધ ભાષાઓમાં કોતરવામાં આવ્યા છે, જે સ્ત્રીઓના સાર્વત્રિક અનુભવોને સન્માનિત કરે છે. જેમ સૂર્યપ્રકાશ આ શબ્દોમાંથી ગળાય છે, તેમ પડછાયાઓ અને પ્રતિબિંબો બદલાય છે, જે દર્શાવે છે કે મહિલાઓના અવાજો ભલે ક્યારેક દબાઈ જાય, પરંતુ એ હંમેશાં હાજર અને અવિસ્મરણીય રહે છે.

આ શિલ્પનું માળખું ખૂબ જ વિચારપૂર્વક રચાયેલું છે. એના ચાર ખુલ્લા દરવાજા જીવનમાં મહિલાઓ દ્વારા લેવાયેલા વિવિધ માર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે, જે બધા અંતે એક જ શિખર પર મળે છે. આ શિખર વિવિધતામાં એકતા અને અસંખ્ય યાત્રાઓના જોડાણમાંથી ઉદ્ભવતી સામૂહિક શક્તિનું રૂપક બની જાય છે. મુલાકાતીઓને આ દરવાજામાંથી પસાર થઈને અંદરના એક વિશેષ આંતરિક જગ્યામાં પ્રવેશવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જે વાર્તાઓનું અભયારણ્ય છે.

આ કૃતિના હૃદયમાં 108 લટકતા કાર્ડ્સ છે, જેમાં વિશ્વભરની મહિલાઓના જીવનની વાર્તાઓ, પોટ્રેટ અને શબ્દોનો સંગ્રહ છે. આ વાર્તાઓ વિવિધ પેઢીઓ, વ્યવસાયો અને સંસ્કૃતિઓની મહિલાઓ સાથેની વાતચીત દ્વારા એકત્ર કરવામાં આવી છે, જે સ્ત્રી હોવાના વાસ્તવિક અને શક્તિશાળી અનુભવોને ઉજાગર કરે છે. આ કાર્ડ્સને પરંપરાગત ભારતીય સામગ્રી એવા નાજુક મૌલી દોરાઓ પર લટકાવવામાં આવ્યા છે, જે એકતામાં જોડાણ, નાજુકતા અને શક્તિનું પ્રતીક છે. મુલાકાતીઓને માત્ર વાંચવા જ નહીં, પરંતુ પોતાની જાતને પ્રતિબિંબિત કરવા અને કોરા કાર્ડ્સ પર પોતાના સંદેશા, આશા અને એકતાના શબ્દો ઉમેરીને આ શિલ્પને જીવંત અને સતત વિકસતા સામૂહિક અનુભવના આર્કાઇવમાં પરિવર્તિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કલાકાર સોનલ અંબાણીની કલા યાત્રા ન્યૂયોર્કના સાંસ્કૃતિક વાતાવરણથી શરૂ થઈ હતી, તેઓ આધુનિક અને કુદરતી પ્રતીકોના ઉપયોગ દ્વારા સમકાલીન માનવતાવાદી અને સામાજિક મુદ્દાઓની શોધ માટે જાણીતા છે. તેઓ માને છે કે ‘કલામાં દ્રશ્ય લાવણ્ય અને આંતરિક ચિંતન વચ્ચે સંતુલન હોવું જોઈએ.’ તેએમની કૃતિઓ અગાઉ 2022 અને 2024ની વેનિસ આર્ટ બાયનાલેમાં તેમજ દુબઈની લીલા હેલર ગેલેરીમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. ઉપરાંત બહેરીનના શાહી પરિવાર સહિત અગ્રણી કલા સંગ્રાહકોના સંગ્રહનો ભાગ છે. સોનલ અંબાણી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ફંડ ફોર વુમનના સભ્ય છે અને પાઇફર પીસ પ્રાઇઝ તેમજ વુમન ઓફ એક્સલન્સ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોના વિજેતા છે.

નોંધનીય છે કે, આ શિલ્પ ‘ધ સમિટ ઓફ વુમન્સ વોઇસીસ’ માટે એમને 2024નો પ્રથમ MJF આર્ટ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યો છે.