ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ રહી છે. સોમવારે પ્રથમ દિવસે આ સમિટમાં 32.45 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટની શરૂઆત કરાવી હતી.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ સમિટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, “પ્રથમ વખત સમિટનું આયોજન દિલ્હી બહાર થયું છે. ગુજરાતમાં આયોજીત સમિટ ખૂબ સફળ જઇ રહી છે. ગઇકાલે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયુ છે. આ સમિટમાં જર્મની અને ડેન્માર્કનું મોટું ડેલિગેશન આવ્યું છે. રિન્યુએબલ એનર્જી મોડેલ દેશભરમાં લાગુ થઇ રહ્યું છે. 500 B2B બેઠક, 60 B2G બેઠકનું આયોજન થયું છે. 7 હજરથી વધુ રજિસ્ટર્ડ વિઝિટર આવ્યા હતા.”ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઇ પટેલે કહ્યું, “ઓફશોર, ગ્રીન હાઈડ્રોજન સહિત 4 સેશન રાજ્ય દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરે છે. હવે 70 ગીગાવોટ વીજળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોલાર રૂફટોપમાં 50 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. સોલાર રૂફટોપમાં 10 લાખ ઘરોનું લક્ષ્યાંક છે. રાજ્યમાં 3.25 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ છે.”