બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, સિનિયર સિટિઝનોને રાહત

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આઠમું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ ઉપરાંત નાણાપ્રધાને ખેડૂતો, યુવા, સિનિયર સિટિઝનો માટે અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે.

નાણાપ્રધાનના બજેટમાં 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હવે તમે છેલ્લાં ચાર વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા રૂ. 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

બજેટમાં અત્યાર સુધી મોટી જાહેરાતો

  • નવી વ્યવસ્થામાં કરદાતાઓ માટે મોટો ફાયદો.
  • હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી.
  • 0 થી 4 લાખ સુધી શૂન્ય ટેક્સ.
  • 8 થી 12 લાખ સુધી 10 ટકા ટેક્સ
  • 12થી 16 લાખ સુધી 15 ટકા ટેક્સ.
  • 16 થી 20 લાખ સુધી 20 ટકા ટેક્સ
  • 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ
  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી
  • TDS મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી.
  • તમે ચાર વર્ષ માટે અપડેટેડ ITR ફાઇલ કરી શકો છો
  • ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી
  • મોબાઇલ ફોન અને ઇ-કાર સસ્તા થશે
  • EV અને મોબાઇલની લિથિયમ આયન બેટરી સસ્તી થશે.
  • LED-LCD ટીવી સસ્તાં થશે.
  • કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી.
  • આવતા અઠવાડિયે દેશમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
  • 1 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
  • એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે, 2025માં 40 હજાર નવા મકાનો સોંપવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે.
  • ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે. પહાડી વિસ્તારોમાં નવાં નાનાં એરપોર્ટ બનાવવામાં આવશે.
  • આગામી છ વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે.
  • MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.
  • મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રમકડાં ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે.
  • 23 IIT માં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે – IIT પટનાનો વિસ્તાર કરવામાં આવશે.
  • AI માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂ. 500 કરોડની જાહેરાત.
  • આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટો વધારવાની જાહેરાત.
  • SC-STના MSME મહિલા ઉદ્યોગસાહસિકો માટે ખાસ લોન યોજના
  • સૌપ્રથમ વાર ઉદ્યોગસાહસિક બનનારી મહિલાઓને બે કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે.
  • વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી.
  • દેશમાં 200 ડે-કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે. તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે.
  • છ જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5 ટકા ઘટાડી.
  • 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • સાત ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય
  • માત્ર 8 ટેરિફ દરો જ રહેશે.
  • સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
  • તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી

નાણામંત્રીએ કહ્યું હતું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે.