રિલાયન્સ, મેટાની દેશમાં એન્ટરપ્રાઇઝ AI સોલ્યુશન્સ માટે ભાગીદારી

મુંબઈઃ રિલાયન્સ લિમિટેડે એન્ટરપ્રાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ વિકસાવવા અને તેને ભારત તથા કેટલાંક આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉદ્યોગો માટે મેટા સાથે એક સંયુક્ત સાહસની (JV) જાહેરાત કરી. સંયુક્ત સાહસના કરાર હેઠળ RIL અને મેટાએ સંયુક્ત રીતે લગભગ રૂ. 855 કરોડ (અંદાજે 100 મિલિયન ડોલર)નું પ્રારંભિક મૂડીરોકાણ કરશે, જેમાં રિલાયન્સનો હિસ્સો 70 ટકા અને મેટાનો હિસ્સો 30 ટકા રહેશે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને 2025ની ચોથા ત્રિમાસિકમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

એન્ટરપ્રાઇઝ AI પ્લેટફોર્મ સર્વિસ: એક સુરક્ષિત વાતાવરણમાં કંપનીઓ પોતાના ગ્રાહકોને માટે જનરેટિવ AI મોડલ્સને કસ્ટમાઇઝ, ડિપ્લોય અને ગવર્ન કરી શકશે. તેમાં વેપારી કંપનીઓને વાજબી કિંમતે વેચાણ અને માર્કેટિંગ, માહિતી ટેક્નોલોજી વિકાસ અને ઓપરેશન્સ, કસ્ટમર સર્વિસ, ફાઇનાન્સ તથા અનેક એન્ટરપ્રાઇઝ વર્કફ્લોઝની એક વિસ્તૃત શૃંખલા રજૂ કરશે. મહત્ત્વની બાબત એ છે કે લામાનો ખર્ચ ઘણો ઓછો હશે.

આ ભાગીદારી મેટાના ઓપન સોર્સ લામા મોડલ્સ અને RILની ડિજિટલ બેકબોનને જોડીને ભારતીય એન્ટરપ્રાઇઝ અને SMBs માટે વાજબી કિંમતે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ AI પ્રદાન કરશે. લામા પહેલેથી જ અનેક પ્રોડક્શન પર્યાવરણમાં “એન્ટરપ્રાઇઝ ગ્રેડ” તરીકે સાબિત થયું હોવાથી આ સંયુક્ત સાહસ મોટા પાયે AI સોલ્યુશન્સ ડિપ્લોય કરી શકશે. વધુમાં, લામાના ઓછા કુલ ખર્ચને કારણે આ JV ઓછી કિંમતમાં હાઇ-પરફોર્મન્સ મોડલ્સ સ્કેલ કરી શકશે.

કંપનીના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મેટાના ઓપન સોર્સ લામા મોડલ વિવિધ ઉદ્યોગોમાં અમારી નિપુણતાની સાથે જોડીને અમે દરેક ભારતીય અને એકમને AI પ્રદાન કરીશું. અમેર નાના અને મધ્યમ કદના એકમો (SMB)થી માંડીને બ્લુ ચિપ કોર્પોરેટ્સ સુધી દરેક ભારતીય એકમ માટે એન્ટરપ્રાઇઝીસના સ્તરે AIનું લોકતંત્રીકરણ કરીશું, જેનાથી તે ઝડપથી સંશોધન કરી શકે અને વધુ કુશળતાથી કામ કરી શકશે અને વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસથી હરીફાઈ કરી શકશે.

મેટાના સ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે અમે ભારતીય ડેવલપર્સ અને એન્ટરપ્રાઇઝ માટે ઓપન સોર્સ AIની શક્તિ લાવવા માટે રિલાયન્સ સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ. આ સંયુક્ત સાહસના માધ્યમથી અમે મેટાના લામા મોડલ્સને વાસ્તવિક વિશ્વમાં ઉપયોગમાં લાવી રહ્યા છીએ. અને મેટા દ્વારા ઓદ્યૈગિક ક્ષેત્રે અમારી હાજરીનું વિસ્તરણ કરવાની અપેક્ષા છે.