કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે અનેક સ્થળોએ ગેરરીતિ અને હિંસાની ફરિયાદો સામે આવી છે. મતદાન દરમિયાન ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠકના કેટલાક પોલિંગ બૂથોમાં EVM મશીન પર ભાજપના ચિહ્ન સામે ટેપ ચોંટાડવામાં આવી હતી, જેથી કોઈ મતદાર એ બટન દબાવી ન શકે. આ આરોપોને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં EVM પર કાળી કે સફેદ ટેપ જોવા મળશે, ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. જો કોઈ વિધાનસભા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં બૂથોમાં આવી ઘટના સામે આવશે, તો સમગ્ર ક્ષેત્રમાં ફરી મતદાન કરાશે.
અમિત માલવીયે કર્યું ટ્વીટ
મમતા બેનર્જીએ જહાંગીર ખાનનો બચાવ કરતાં આવું કહ્યું હતું. જહાંગીર ખાન ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠક પરથી TMCના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. અનેક મતદાન કેન્દ્રોમાં ભાજપને મત આપવાનો વિકલ્પ ટેપથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી મતદારો પોતાની પસંદગીનો મત આપી શકે નહીં. આ જ કહેવાતું “ડાયમંડ હાર્બર મોડલ” છે, જે મોડલે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને લોકસભા બેઠક જીતવામાં મદદ કરી હતી.
અમે ફાલ્ટાના તે તમામ પ્રભાવિત બૂથોમાં તાત્કાલિક પુનઃમતદાનની માગ કરીએ છીએ, જ્યાં આવી ઘટનાઓ બની છે. કેટલાક બૂથોની વિગતો અને પુરાવા નીચે મુજબ છે:
ફાલ્ટા 144
ભાગ 170
રૂમ નંબર 2 – હરિંદાંગા હાઈ સ્કૂલ
બૂથ નંબર 189 પણ આ જ રીતે પ્રભાવિત થયો છે, તેમ જ અન્ય ઘણા બૂથોમાં પણ આવી ઘટના બની છે.
This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.
In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86
— Amit Malviya (@amitmalviya) April 29, 2026
TMCએ લગાવ્યો આરોપ
TMCએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે અમિત શાહની કેન્દ્રીય દળો હવે ધોળેદહાડે મહિલાઓ પર બેરહેમીથી હુમલો કરી રહી છે અને તેમને માર મારી રહી છે. આ જ ભયાનક શીતલકુચી આતંકનું મોડલ છે, જે આખા બંગાળમાં ફરીથી દોહરાવવામાં આવી રહ્યું છે, જ્યાં નિર્દોષ મતદારોને, ખાસ કરીને મહિલાઓને, માર મારવામાં આવી રહ્યો છે, ડરાવવામાં આવી રહ્યા છે અને આતંકિત કરવામાં આવી રહ્યા છે.
તેમણે અમારી માતાઓ અને બહેનો પર જેટલો વધુ હુમલો કરશે, અમારો વિરોધ એટલો જ વધુ મજબૂત બનશે. બંગાળની મહિલાઓના દરેક અપમાન, દરેક લાઠીચાર્જ અને દરેક આંસુ માટે ભાજપને ભારે કિંમત ચૂકવવી પડશે. ચોથી મેએ બંગાળ ન્યાય આપશે.




