નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં બુધવારે ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. આ બેઠકમાં તેજસ્વી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે, તે માટે સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી.
7/🔒Credit Guarantee for Banks
Loans up to ₹7.5 lakh will get 75% credit guarantee, making banks more supportive of your education journey. pic.twitter.com/3vF9J1Ttma— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 7, 2024
PM વિદ્યાલક્ષ્મી યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, PM વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે. જરૂરિયાતમંદ બાળકો ભણતર માટે બેંકમાંથી સસ્તા દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકશે. આ યોજનાથી હવે પૈસાની કમીના કારણે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.એજ્યુકેશન લોનમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (QHEI)માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સંબંધિત ટ્યુશન ફી અને અન્ય ખર્ચાઓને આવરી લેવાશ. આ વિશે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બેંક અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન લઈ શકાશે.