નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર કુલ 16 વિધેયક લાવશે, જેમાં પાંચ નવા વિધેયક હશે. આ વિધેયકોમાં વકફ (સંશોધન) બિલની ચર્ચા સૌથી વધુ છે. લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં પત્રકારો સાથે વાતચીત કરતાં PM નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંસદમાં સ્વસ્થ ચર્ચા કરવાની અપીલ કરી હતી. વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે સંસદમાં ચર્ચા ન થવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે આ વર્ષ 2024નો છેલ્લો સમયગાળો છે.’ દેશ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારી કરી રહ્યો છે. સંસદનું એ સત્ર રીતે ઘણું ખાસ છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલાં PM મોદીએ કહ્યું હતું કે જે લોકોને 80 વખત જનતાએ નકારી કાઢ્યા છે, તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે સંસદને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
As the Winter Session of the Parliament commences, I hope it is productive and filled with constructive debates and discussions.https://t.co/X6pmcxocYi
— Narendra Modi (@narendramodi) November 25, 2024
તેમણે કહ્યું હતું કે આવતી કાલે બંધારણ સભામાં દરેક લોકો આ બંધારણના 75મા વર્ષની ઉજવણીની શરૂઆત કરવા માટે એકસાથે આવશે. બંધારણ ઘડતી વખતે બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી, ત્યારે જ આપણને આવો ઉત્તમ દસ્તાવેજ મળ્યો છે. તેનું મહત્ત્વનું એકમ આપણા સાંસદો અને આપણી સંસદ પણ છે. સંસદમાં તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ, વધુ ને વધુ લોકોએ ચર્ચામાં સહયોગ આપવો જોઈએ.