લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ હિંસા મામલે SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બર્ક પર લોકોને ભડકાવવાનો આરોપ છે. સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સર્વેને લઈને અહીં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. જેથી પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભલમાં ઈન્ટરનેટ હજુ પણ બંધ છે.
पूरा एक सिस्टम है जो खुलेआम देश के मुसलमानों को अपना दुश्मन मानकर व्यवहार कर रहा है, संभल में जिस तरह से प्रदर्शनकारियों पर सीधे फायरिंग करने के वीडियो आये हैं वो ये बताते हैं कि पूरी तैयारी से प्रशासन ने लोगों की जान ली है, आनन फानन में याचिका दाखिल होना, तुरंत सर्वे का आदेश… pic.twitter.com/9dWO4YhbHx
— Imran Pratapgarhi (@ShayarImran) November 24, 2024
એ દરમિયાન SPના PRO, CO અને કોતવાલ સહિત 12થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. બીજી તરફ વારંવાર સમજાવવા છતાં પણ ટોળું શાંત ન થતાં પોલીસે વળતો જવાબ આપતાં પહેલાં ટિયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી હિંસા દરમિયાન ભીડમાંના ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
બીજી બાજુ, વિરોધ પક્ષોએ રાજ્યમાં સંભલમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે નફરતના રાજકારણને પ્રોત્સાહન આપવા માટે મસ્જિદમાં સર્વેક્ષણ ટીમ મોકલી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ ઇમરાન પ્રતાપગઢીએ આરોપ લગાવ્યો હતો કે મુસલમાનોને ભારતમાં દુશ્મન માનીને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.