આવી ગયો ચૂકાદોઃ રામ લલ્લાની જમીન પર મંદિર, વક્ફ બોર્ડને અલગથી જમીન

નવી દિલ્હીઃ દેશના સૌથી મહત્વના અને અતિ સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં સંવૈધાનિક પીઠે નિર્ણય સંભળાવતા નિર્મોહી અખાડા  અને વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરના રોજ બધા પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. આ ચૂકાદામાં વિવાદિત જમીન રામ જન્મભૂમિ ન્યાસને આપવાનો ફેંસલો કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થળે જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે અલગ જમીન આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે. 

 • કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવે. એટલે કે કોર્ટે મુસ્લિમોને બીજી જગ્યા પર જમીન આપવાનો આદેશ આપ્યો છે.
 • કોર્ટે ચૂકાદામાં કહ્યું કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
 • કોર્ટે ચૂકાદામાં કહ્યું કે આસ્થાના આધાર પર જમીનનો માલિકાના હક ન આપી શકાય. સાથે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ચૂકાદો કાયદાના આધારે આપવામાં આવશે.
 • કોર્ટે ASI રિપોર્ટ અનુસાર પોતાના ચૂકાદામાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાની નક્કર જાણાકરી નથી.
 • મંદિર તોડી મસ્જિદ બનાવવનો ઉલ્લેખ નહી
 • પુરાતત્વ વિભાગના રિપોર્ટ અનુસાર બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી.
 • પુરાતત્વ ખાતાના ખોદકામમાં સાબિત થયું કે પાયાનો ઢાંચો ઇસ્લામિક ન હતો.
 • પુરાત્વના પુરાવાને નકારી ન શકાય. એઆઇએ એવા કોઇ પુરાવા નથી આપ્યા કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઇ હતી.
 • સીજેઆઈએ મહત્વનો નિર્ણય વાંચતા કહ્યું કે, ‘વિવાદિત જગ્યા રામલલાને આપવામાં આવશે. મુસ્લિમોને મસ્જિદ માટે અન્ય સ્થળે જમીન આપવામાં આવશે. સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર 3 મહિનામાં યોજના બનાવે. આ માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવશે.
 • સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો સંભળાવતા રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપી છે. આ સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવાનું  કહ્યું છે. જ્યારે કોર્ટમાં નિર્મોહી અખાડાનાં તમામ દાવા ફગાવી દેવામાં આવ્યાં છે. અયોધ્યા નિર્ણયની કોપી પર તમામ જજોએ સહી કરી દીધી છે.
 • સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, કેન્દ્ર સરકાર 3 મહિનામાં ટ્રસ્ટ બનાવીને મંદિર નિર્માણનું કામ શરૂ કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]