મોદી સરકારે રજૂ કર્યું 7 પ્રાથમિકતાવાળું બજેટ-2023

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરી દીધું છે. એમણે નવી કર-વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી છે જે અંતર્ગત રૂ. 7 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે. સરકારે નવી કર-વ્યવસ્થામાં ઈન્કમ ટેક્સ રીબેટ મર્યાદાને રૂ. પાંચ લાખથી વધારીને રૂ. 7 લાખની કરવાનો નિર્ણય લીધો છે.

આ છે નાણાં પ્રધાનનાં બજેટ ભાષણનાં મુખ્ય અંશઃ

ન્યૂ ટેક્સ રેજિમના પાંચ સ્લેબ

• 3-6 લાખની આવક પર 5 ટકા ટેક્સ
• 6-9 લાખની આવકના સ્લેબ પર 10 ટકા ટેક્સ
• 9-12 લાખની આવકના સ્લેબ પર 15 ટકા ટેક્સ
• 12-15 લાખની આવકના સ્લેબ પર 20 ટકા ટેક્સ
• 15 લાખ રૂપિયા કરતાં વધુની આવક પર 30 ટકા ટેક્સ
• ન્યૂ ટેક્સ રેજિમમાં સર્વોચ્ચ સરચાર્જ દર 37%થી ઘટાડીને 25% કર્યો
• 3 લાખની આવક સુધી કોઈ કરવેરો નહીં

*****

  • રેલવે માટેનો મૂડીગત ખર્ચ 2.4 ટ્રિલ્યન રૂપિયા કરવામાં આવશે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ ખર્ચ હશે

*****

આવક વેરાની મુખ્ય રાહતની જાહેરાતો

• હવેથી ન્યૂ ટેક્સ રેજિમ મુખ્ય રેજિમ બનશે. જો કે, નાગરિકો જૂની રેજિમનો પણ ઉપયોગ કરી શકશે
• રિબેટઃ જૂના-નવા રેજિમમાં 5 લાખ સુધીની આવક પર આવક વેરો લાગતો નથી. આ મર્યાદા ન્યૂ ટેક્સ રેજિમમાં વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી
• વ્યક્તિગત કરદાતા માટે ન્યૂ ટેક્સ રેજિમમાં છ સ્લેબ હતા, જે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા
• ન્યૂ ટેક્સ રેજિમમાં નવ લાખની આવક ધરાવનારાએ ફક્ત 45,000નો કરવેરો ભરવાનો આવશે, જે આવકના 5 ટકા હશે
• હવેથી ન્યૂ ટેક્સ રેજિમ મુખ્ય રહેશે. નાગરિકો માટે જૂની રેજિમનો વિકલ્પ ખૂલ્લો રહેશે

*****

  • ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
  • રમકડાં, સાઈકલ, ઓટોમોબાઈલ સસ્તા થશે
  • કેમેરાનાં લેન્સ પણ સસ્તા થશે
  • બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ સસ્તી થશે
  • રસોઈગેસની ચીમની સસ્તી થશે
  • મોબાઈલ ફોન, TV સસ્તા થશે
  • મોબાઈલ ફોનનાં સ્પેરપાર્ટ્સ પર લાગતી કસ્ટમ ડ્યુટી ઘટાડાઈ
  • સિગારેટ મોંઘી થશે. એની પરની કસ્ટમ ડ્યૂટી વધારી દેવાઈ છે.

*****

  • નાણાકીય વર્ષ 23-24 માટે રાજકોષીય ખાધનું લક્ષ્ય 5.9 ટકા

*****

  • વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા PM-PRANAM શરૂ કરવામાં આવશે
  • સરકાર 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સુવિધા આપશે
  • નાણાકીય વર્ષ 22-23 માટે રાજકોષીય ખાધનું લક્ષ્ય 6.4 ટકા

*****

  • વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનામાં મહત્તમ રોકાણ 15 લાખથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવશે
  • માસિક આવક યોજના માટેની મહત્તમ સિંગલ નામમાં કરાતા રોકાણ માટેની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે
  • બે વર્ષ માટે મહિલા સમ્માન બચત યોજના લવાશે. એના પર 7.75 ટકાના દરે વ્યાજ લવાશે
  • નવી વન ટાઇમ સ્મૉલ સેવિંગ સ્કીમ લૉન્ચ કરાશે

*****

    • જૂના વાહનોની સ્ક્રેપ નીતિને વધુ મજબૂત કરાશે
    • પ્રદૂષણ કરનાર વાહનોને હટાવાશે
    • પર્યટન માટે 50 સ્થળો પર વધુ ધ્યાન અપાશે
    • MSME સેક્ટર માટે વિશેષ પેકેજની જાહેરાત
    • કોવિડ પ્રભાવિત MSMEને 90 થી 95 ટકા મૂડી પરત કરવામાં આવશે
    • નેશનલ ગ્રીન હાઈડ્રો મિશન પર વધુ ધ્યાન અપાશે
    • 2070 સુધી શૂન્ય કાર્બનનું સરકારનું લક્ષ્ય
    • KYCની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે
    • દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે
    • શહેરી માળખા માટે દર વર્ષે 10 હજાર કરોડ
    • ઓળખપત્ર તરીકે પેનકાર્ડ માન્ય રખાશે

*****

  • કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જીડીપીના 3.3 ટકા હશે. કુલ 13.7 લાખ કરોડ રૂપિયાનો મૂડીગત ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર) કરવામાં આવશે
    • પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ માટે 75,000 કરોડ રૂપિયાની ફાળવણી
    • ફિનટેક સેવાઓના ક્ષેત્રે નવી સુવિધાઓ લાવવામાં આવશે. ડિજિલૉકરમાં વધુ દસ્તાવેજોને રાખવા માટેની વ્યવસ્થા કરાશે
    • એમએસએમઈ અને મોટા બિઝનેસ માટે પણ ડિજિ લૉકર બનશે
    • 7,000 કરોડ રૂપિયાના રોકાણ દ્વારા ઈ-કોર્ટના ત્રીજા તબક્કાની શરૂઆત કરાશે
    • 5જી એપ્લિકેશન્સ માટે 100 લેબોરેટરીઝની સ્થાપના કરવામાં આવશે
    • કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે
    • તમામ નગરો અને શહેરોમાં સેપ્ટિક ટેન્ક તથા ગટરની સફાઈ માટે માણસોની જગ્યાએ હવે સંપૂર્ણપણે મશીનો દ્વારા કામ કરવામાં આવશે
    • ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ અને ઉપયોગ માટે ત્રણ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે
    • ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 19,700 કરોડ રૂપિયાની ફાળવણી. 2030 સુધીમાં 5 એમએમટી ગ્રીન હાઇડ્રોજનનું નિર્માણ કરવાનું આયોજન
    • લદ્દાખ માટે રિન્યુએબલ એનર્જી માટે 20,700 કરોડ રૂપિયાની ફાળવણી
    • વૈકલ્પિક ખાતર માટે નવી યોજના શરૂ કરાશે

*****

બજેટની સાત પ્રાથમિકતાઓ, જેને ‘સપ્તર્ષિ’ નામ આપવામાં આવ્યું છેઃ

1. સર્વાંગી વિકાસ
2. સમાજના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી પહોંચવું
3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
4. દેશની ક્ષમતાનો ઉપયોગ
5. હરિત વિકાસ
6. યુવાશક્તિને પ્રોત્સાહન
7. નાણાકીય ક્ષેત્રનો વિકાસ

*****

  • વિશ્વભરમાં આર્થિક નબળાઈ હોવા છતાં ભારત સૌથી વધુ ઝડપે પ્રગતિ કરી રહેલું અર્થતંત્ર
  • દુનિયાએ ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી છે
  • કોરોનાકાળમાં 80 કરોડ લોકોને 28 મહિના સુધી અનાજ ઉપલબ્ધ કરાવ્યું
  • પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવતા એક વર્ષ સુધી 1-1-23થી લાગુ.
  • વર્તમાન નાણાકીય વર્ષના અંતે 7 ટકાના વૃદ્ધિદરનો અંદાજ
  • ભારતીય અર્થતંત્ર વિશ્વમાં 10મા સ્થાનેથી આગળ વધીને 5મા સ્થાને પહોંચ્યું છે
  • પીએમ સુરક્ષા હેઠળ 44 કરોડ લોકોને વીમો મળ્યો
  • 47.8 કરોડ જનધન ખાતાં ખોલવામાં આવ્યાં છે
  • ભારતનું અર્થતંત્ર યોગ્ય રસ્તે જઈ રહ્યું છે
  • 11.4 કરોડ ખેડૂતોને 2.2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
  • 2022માં 1.24 લાખ કરોડ રૂપિયાના યુપીઆઇ વ્યવહારો થયા
  • કારીગરો માટે પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજનાઃ કારીગરોને એમએસએમઈ વેલ્યૂ ચેઇન સાથે સાંકળવામાં આવશે
  • સરકાર આર્થિક વિકાસ તથા રોજગાર વધારવા પર લક્ષ આપશે
  • પીપીપી મોડેલ હેઠળ પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે, કારણ કે આ ક્ષેત્રે વિકાસની તક ઉપલબ્ધ છે
  • અમૃતકાળ ટેક્નોલોજી પર આધારિત હશે
  • જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કાર્ય કરાશે
  • એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડની રચના કરાશે. કૃષિ સ્ટાર્ટઅપ સ્થાપવા માટે ગામડાંના યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ભારત કડધાન્યમાં વૈશ્વિક અગ્રણી બનવા તૈયાર
  • કપાસ માટે પીપીપી કાર્યક્રમ હેઠળ યોજના તૈયાર
  • આત્મનિર્ભર ક્લીન કાર્યક્રમ શરૂ કરાશે.
  • આગામી નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે 20 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મિલેટ્સની સ્થાપના કરાશે
  • 6,000 કરોડ રૂપિયાના ખર્ચે પીએમ મત્સ્ય સંપદા યોજનાનો અમલ થશે
  • 157 નર્સિંગ કૉલેજ ખોલવામાં આવશે, જે મેડિકલ કૉલેજોની સાથે બનશે
  • 63,000 પ્રાઇમરી એગ્રિ ક્રેડિટ સોસાયટી બનાવવામાં આવશે
  • કો-ઓપરેટિવ સોસાયટી માટે નૅશનલ ડેટાબેઝ બનાવવામાં આવશે
  • ફાર્મા ઉદ્યોગમાં સંસોધન માટે નવો કાર્યક્રમ
  • સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે મળીને સાક્ષરતા માટે કામ કરવામાં આવશે
  • એકલવ્ય સ્કૂલ માટે 38,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે
  • પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારવામાં આવ્યો છે