જોન્સન 21-એપ્રિલે ભારત આવશે; અમદાવાદ-વડોદરા પણ જશે

નવી દિલ્હીઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન ભારતની બે-દિવસની મુલાકાત માટે 21 એપ્રિલે નવી દિલ્હી આવી પહોંચશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલે રાજદ્વારી સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે જોન્સનની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે ભારત-બ્રિટનની ભાગીદારી તથા સૂચિત મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) કાર્યસૂચિમાં મોખરે રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જોન્સનની આ મુલાકાત દરમિયાન ભારત સરકાર સાથે 2+2 પ્રધાનસ્તરીય વાટાઘાટ યોજાય એવું બ્રિટિશ સરકારે સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે હાલમાં જ તેના ચાર વ્યૂહાત્મક ભાગીદારો – અમેરિકા, રશિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે 2+2 વાટાઘાટ યોજી હતી જે સફળ રહી હતી.

જોન્સન ભારતપ્રવાસ દરમિયાન અમદાવાદ (સાબરમતી આશ્રમ) અને વડોદરાની મુલાકાતે પણ જાય એવી ધારણા રખાય છે.