ભાજપના નેતાઓની ધરપકડ કરવા ઇચ્છતી હતી ઉદ્ધવ સરકારઃ શિંદે

મુંબઈઃ જો હું બોલીશ તો મોં દેખાડવા માટે લાયક નહીં રહો. લંડનથી માંડીને લખનૌ સુધી ખોખાથી કંન્ટેનર સુધી બધી વાતો સમય આવે જણાવીશ. મારું મોં નહીં ખોલાવો, પાણી માથીથી ઉપર જશે તો કાગળ સાથે પોલ ખોલીશ, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતાં જણાવ્યું હતું.

તેમણે વાતચીતમાં ઉદ્દવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ તીખો હુમલો કર્યો હતો. આદિત્ય ઠાકરે પહેલાં તેની વય જુએ, પછી વાત કરે. બાળાસાહેના વિચાર ગુમાવી દીધા છે. તેમને વાત કરવાનો કોઈ હક નથી. ઠાકરે સરકારના સમયે કેટલાય ભાજપના નેતાઓને જેલમાં નાખવાના હતા. દેવેન્દ્ર ફડણવીસને પણ જેલમાં નાખવાનું આયોજન થયું હતું. ઉદ્ધવ ઠાકરેએ જેલમાં નાખીને ભાજપને તોડવાની યોજના બનાવી હતી. મારા પર કોઈનું દબાણ નહોતું. મેં પાર્ટી બચાવવા માટે ઘણુંબધું કર્યું છે.

ગઈ કાલે તેમણે (ઉદ્ધવ ઠાકરે)એ કહ્યું હતું કે એકનાથ શિંદે નીચ છે. તમે મને નીચ કહીને ગાળો આપે છે. જો એક ખેડૂતનો પુત્ર- સામાન્ય મજૂર મુખ્ય મંત્રી બને છે તો એ તેમને નથી ગમ્યું. તમે એ પચાવી નથી શક્યા. જોકે આ મારું અપમાન નથી. આ બધા ખેડૂતોના પુત્રોનું અપમાન છે. આ ગરીબોની માતાઓ અને બહેનોનું અપમાન છે, એમ તેમણે કહ્યું હતું.  મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ચૂંટણીનાં પડઘમ થંભી જશે. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પહેલા તબક્કાની ચૂંટણી પછી હવે બીજા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.