દિલ્હી નહી, આ છે દેશના ટોપ 10 પ્રદૂષિત શહેરો

નવી દિલ્હીઃ પ્રદૂષણ દેશનો સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે. રાજધાની દિલ્હીથી લઈને યૂપી સહિત રાજ્યના અન્ય શહેરોમાં પ્રદૂષણને લઈને દેશભરમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ મામલે લોકસભામાં પણ ચર્ચા થઈ, પરંતુ આટલા મહત્વના મુદ્દાને લઈને સાંસદો પર પણ સવાલો ઉઠવાના શરુ થઈ ગયા છે. આપણા સાંસદો આ મામલે કેટલા ગંભીર છે તે તો સંસદમાં આ મામલે થયેલી ચર્ચા દરમિયાન સાંસદોની ઉપસ્થિતીએ જણાવી જ દીધું અને પછી તેમના વચ્ચે થયેલી રાજનીતિએ પણ. ત્યારે આવો હવે નજર નાંખીએ કે આખરે દેશમાં કઈ-કઈ જગ્યાએ પ્રદૂષણ હાવી થઈ રહ્યું છે.

આજે દેશની રાજધાની દિલ્હી એર ક્વોલિટી ઈન્ડેક્સના ટોપ 10 શહેરોમાંથી બહાર છે. ટોપ 10 શહેરોમાં ભારતના સાત એવા શહેર છે કે જે ઉત્તર પ્રદેશના છે. હવામાં ઝેર તો આખા દેશમાં ઘોળાયેલું છે તેવું કહી શકાય પરંતુ યૂપીના આંકડાઓ ખતરનાક છે. દેશના ટોપ 10 પ્રદૂષિત શહેરોમાંથી આજે 7 શહેરો યૂપીના છે. આ આંકડો બુધવારનો છે, જે આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે.

શહેરોના એર ક્વોલિટી ઈન્ડેક્સની સ્થીતી

ગાઝિયાબાદ (યૂપી)           353            અત્યંત ખરાબ

ગ્રેટર નોએડા(યૂપી)            338            અત્યંત ખરાબ

કાનપુર(યૂપી)                   335            અત્યંત ખરાબ

પાણીપત(હરિયાણા)           331            અત્યંત ખરાબ

મેરઠ(યૂપી)                     330            અત્યંત ખરાબ

બાગપત(યૂપી)                328            અત્યંત ખરાબ

યમુનાનગર(હરિયાણા)        321            અત્યંત ખરાબ

નોએડા(યૂપી)                  318            અત્યંત ખરાબ

મુરાદાબાદ(યૂપી)              306            અત્યંત ખરાબ

ભિવાડી (રાજસ્થાન)           302            અત્યંત ખરાબ