અંતરિયાળ પ્રદેશોના આ કલાકારોને ઓછા આંકવાની જરૂર નથી

અમદાવાદ: પેઇન્ટિંગ, પ્રિન્ટ્સ સિરામિક અને સ્ક્લ્પચરનાં એક્ઝિબિશન ફર્સ્ટ ટેક 2019ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2019નાં રોજ હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદમાં થયું હતું. અબિર ચેરિટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ વાર્ષિક આર્ટ કોમ્પિટિશન અને એક્ઝિબિશનમાં ઉત્કૃષ્ટ સમકાલિન કલાકારોએ તેમનું કળાત્મક કાર્ય પ્રસ્તુત કર્યું હતું. ગંગટોક, લખનઉ, સુરત, નોઇડા વગેરે જેવા શહેરોમાંથી 10 કલાકારોએ વિવિધ કેટેગરીઓમાં તેમની કળાઓ પ્રદર્શિત કરી હતી, જેમનું વિશેષ એવોર્ડ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતુ.

આ ઉદ્ઘાટન સમારોહમાં ક્લેરિસના વાઇસ ચેરમેન અને એમડી અર્જુન હાંડા, એસ્ટ્રલ પોલીટેકનિક લિમિટેડનાં એમડી સંદીપ એન્જિનીયર અને અબિરનાં સ્થાપક શ્રીમતી રુબી જાગૃત ઉપસ્થિત રહ્યાં હતાં.

ફર્સ્ટ ટેક 2019 સાથે જોડાણ વિશે અર્જુન હાંડાએ કહ્યું હતું કે, સમકાલિન કળાનાં ક્ષેત્રમાં ભારતમાં ઘણી પ્રતિભાઓ રહેલી છે. કળામાં મને રસ હોવાથી મને ઘણા ઉભરતાં કલાકારોની કળા જોવાની તક મળી છે. દેશભરમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી છે અને આ કલાકારોને તેમની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક મંચની જરૂર છે. ફર્સ્ટ ટેક સાથે જોડાણ કાયમ માટે સમકાલિન કલાકારોને એક ઉચિત મંચ પૂરું પાડવાનો પ્રયાસ છે. મને આ પ્રયાસ સાથે જોડાવાની ખુશી છે, જેમાં ભારતમાંથી કલાકારો એકછત પર આવે છે અને તેમની કળાની વિઝિબિલિટીમાં વધારો થાય છે.

ભારતનાં તમામ વિસ્તારોમાં 2,350 આર્ટ વર્ક મળ્યાં હતાં, જેમાંથી 130ની એક્ઝિબિશન માટે પસંદગી થઈ હતી. આ કળાત્મક કાર્યોનું મૂલ્યાંકન ઉમંગ હઠીસિંગ, સુબોધ કેરકર, શ્રીમતી બ્રિન્દા મિલર, જયંતી રબાડિયા અને વીર મુન્શીની જ્યુરી પેનલે કર્યું હતું.

આ વર્ષના વિજેતાઓઃ

કલાકારોનાં નામ શહેર
1 સાગર વિશ્વકર્મા વડોદરા
2 સ્વપ્નેશ વૈગંકર લખનૌ
3 કે. પૂજા વડોદરા
4 રિચા આર્યા નોઇડા
5 વિમલ અંબાલિયા વડોદરા
6 જ્યોતિપ્રકાશ શેઠી દિલ્હી
7 સેવોન રાય ગંગટોક
8 કણિકા શાહ વડોદરા
9 અભિષેક તુઇવાલા સુરત
10 ચારુદત્ત પાંડે પૂણે

 


આબિર ફર્સ્ટ ટેકનો વિચાર વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો તથા એ જ વર્ષ પ્રથમ આર્ટ કોમ્પિટિશન અને ઇવેન્ટ યોજાઈ હતી. ત્યારબાદ ફર્સ્ટ ટેક 2017નું આયોજન થયું હતું. પછીનાં વર્ષ ફર્સ્ટ ટેક 2018માં આશરે 2000 એન્ટ્રી મળી હતી, જેમાંથી 106 એન્ટ્રીની પસંદગી થઈ હતી અને 10 કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]