મારા માટે પ્રેમ હોય તો એક ગરીબ પરિવારની જવાબદારી લોઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ લોકોને સજાગ કરતાં ટ્વીટ કરીને કહ્યું હતું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો એ ચળવળ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઊભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે. પહેલી નજરે તો આ મોદીને વિવાદમાં ખેંચવાની કોઈ બદદાનત લાગી રહી છે. તેમણે કહ્યું હતું કે ટ્વીટ કરીને કહ્યું હતું કે કદાચ આ કોઈની સારી ઇચ્છા હોય તો પણ મારો આગ્રહ છે કે જો સાચે જ મારા માટે તમારા દિલમાં પ્રેમ હોય અને મોદીને સન્માનિત જ કરવા હોય તો ગરીબ પરિવારની જવાબદારી કમસે કમ ત્યાં સુધી ઉઠાવો, જ્યાં સુધી કોરોના વાઇરસનું સંકટ હોય. મારા માટે આનાથી મોટું સન્માન ના હોઈ શકે.   

 

લોકડાઉનમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેક ન્યૂઝ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આમાં એક અફવા એ પણ છે, જેમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે PM  મોદીના સન્માનમાં પાંચ મિનિટ  ઊભા રહો. આ અફવાનો દુરુપયોગ પણ કરવામાં આવે એવી શક્યતા છે.

વડા પ્રધાન મોદીની ભૂમિકાની પ્રશંસા

વડા પ્રધાન મોદીની કોરોના વાઇરસ સામેના જંગમાં અને લોકડાઉન લાગુ કરવા માટે સ્થાનિક સ્તરથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી રહી છે. તેઓ કોરોનાને મામલે દરરોજ બેથી વધુ લોકોથી વાત કરે છે.