સુષમા સ્વરાજે ઈમરાન ખાન પર કર્યા પ્રહારઃ જો ઈમરાન એટલા ઉદાર હોય તો, મસૂદને સોંપી દો

નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો. વિદેશ પ્રધાને પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીતને ફગાવતા કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતીથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત તેની સાથે કોણ પ્રકારની વાતચીત નહીં કરે. બુધવારે ઈન્ડિયાઝ વર્લ્ડ: મોદી ગવર્મેન્ટ્સ ફોરેન પોલીસી પર વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાને વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર ઉતારુ થઈ ગયેલા આઈએસઆઈ અને પોતાની સેનાને કાબુમાં લેવાની જરૂર છે.

તેમણે કહ્યું કે “જો ઈમરાન ખાન એટલા ઉદાર હોય, અને રાજનેતા હોય તો તેમણે મસૂદ અઝહરને અમને સોંપી દેવો જોઈએ.” વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતના પાકિસ્તાન સાથે સારા સંબંધ થઈ શકે છે પરંતુ શરત એ છે કે પાડોશી દેશ, “પોતાની ધરતી પર આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરે.”

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે બુધવારના રોજ કહ્યું કે પુલવામા હુમલા બાદ તેમણે કેટલાંય દેશોને અવગત કરાવી દીધા કે ભારત, પાકિસ્તાનની સાથે સ્થિતિને બગડવા દેવાશે નહીં. પરંતુ એ દેશથી કોઇ પણ હુમલો થયો તો તેઓ ચુપ રહેશે નહીં. મોદી સરકારની વિદેશ નીતિ પર એક થિંક ટેન્કને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત સ્થિતિને ખરાબ કરશે અને આ મુદ્દા પર કેટલાંય વિદેશ મંત્રીઓની સાથે તેમનો સંવાદ થયો.

મોદી ગવર્નમેન્ટસ ફોરેન પૉલિસી’ પર વાતચીતમાં તેમણે કહ્યું કે પાકિસ્તાને આઇએસઆઇ અને પોતાની સેના પર નિયંત્રણ કરવાની જરૂર છે. જે વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર તુલા છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદ પર વાત ઇચ્છતા નથી, અમે તેના પર કાર્યવાહી ઇચ્છીએ છીએ. આતંક અને વાતચીત સાથે-સાથે થઇ શકે નહીં.

સ્વરાજને ભારત દ્વારા બાલાકોટમાં જ કરાયેલ ભારતીય એરપોર્ટ કાર્યવાહી પછી પાકિસ્તાની પલટવાર અંગે પણ પ્રશ્ન પૂછાયો. તેના પર તેમણે કહ્યું કે ભારતે ખાસ કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે જૈશની તરફથી પાકિસ્તાની સેનાએ અમારા પર હુમલો કેમ કર્યો? તમે માત્ર જૈશને તમારી જમીન પર પોષી રહ્યા નથી પરંતુ તેને નાણાંકીય પોષણ પણ આપી રહ્યા છો અને જ્યારે પીડિત દેશ પ્રતિરોધ કરે છે તો તમે આતંકી સંગઠનની તરફથી તેના પર હુમલો કરો છો. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાન (પાકિસ્તાની વડાપ્રધાન) આટલા ઉદાર છે અને રાજનય છે તો તેમણે મસૂદ અઝહરને સોંપી દેવો જોઇએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]