નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફિસોમાં ફરજિયાતપણ CCTV કેમેરા લગાવવાના એના નિર્દેશોનું એક મહિનાની અંદર પાલન કરવામાં આવે. જસ્ટિસ BR ગવઇની અધ્યક્ષતાવાલી બેન્ચે કેન્દ્ર અને રાજ્યોની સરકારોને 29 માર્ચ સુધીમાં પોતાના આદેશ પર અમલ કરવા એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. એ સાથે એ પણ આદેશ કર્યો હતો કે આદેશનું પાલન ના કરવાની સ્થિતિ સંબંધિત અધિકારીઓની સામે જરૂરી કાર્યવાહી કરવા કોર્ટે કામગીરી કરવી પડશે.
બેન્ચે 21 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે જો નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો અમે કેન્દ્રીય ગૃહ સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો અને ગૃહ સચિવોની સામે જરૂરી પગલાં લેવા માટે મજબૂર થશે.
ટોચની કોર્ટે 2020માં CBI, ED અને NIA સહિત તપાસ એજન્સીઓની ઓફિસોમાં CCTV કેમેરા અને રેકોર્ડિંગ લગાવવાના નિર્દેશ આપ્યા હતા. આ એજન્સીઓ તપાસ કરે છે અને ધરપકડની શક્તિ રાખે છે. આ મામલે ન્યાય મિત્ર વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવેએ કહ્યું હતું કે 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ અત્યાર સુધી પહેલાંના નિર્દેશો અનુસાર અનુપાલન રિપોર્ટ દાખલ કરવાનો છે. કોર્ટે દેશભરનાં પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવા માટે છ સપ્તાહનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્ય હતો કે પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં બધા પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ પર, મુખ્ય દ્વાર, લોકઅપ, કોરિડોર, લોબી અને રિસેપ્શનની સાથે-સાથે લોકઅપ રૂમની બહાર CCTV કેમેરા લગાવવામાં આવે, જેથી કોઈ પણ ભાગ કેમેરાની નજરથી ના બચે.
