ગૃહપ્રધાનને ધમકી આપનારા અમૃતપાલ સિંહના ટેકેદારોનો હંગામો

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં મોટો હંગામો થઈ ગયો છે. ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ અજનાલા સ્ટેશન પર હુમલો કર્યો હતો. તલવારોની લઈને હજારોની સંખ્યામાં આવેલા લોકો અમૃતપાલના સહયોગી લવપ્રીત તુફાનની ધરપકડની સામે દેખાવો કરી રહ્યા હતા. અચાનક ભીડે બેરિકેડ તોડીને હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. હાલમાં અમૃતપાલ સિંહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કહ્યું હતું કે જે હાલ ઇન્દિરા ગાંધીની થઈ હતી, એ જ હાલ અમિત શાહના પણ થશે.

અમૃતપાલ સિંહની નજીકના લવપ્રીત તૂફાનની ધરપકડની સામે હજારો લોકો અજાનાલા સ્ટેશનની બહાર કલવાર અને બંદૂકો લઈને જમા થયા હતા. ગુરુવારે બપોરે અચાનક આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી ગયા હતા અને સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ લોકોએ  સંપૂર્ણ રીતે સ્ટેશનને પોતાના કબજામાં લીધું હતું.

અજનાલા પોલીસે અમૃતપાલ સિંહે સહયોગી લવપ્રીત સિંહ તૂફાન અને જત્થેદાર સંધુને તેમનાં ઘરોથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા પછી અમૃતપાલ સિંહે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને એની માહિતી આપી હતી.

અમૃતપાલે સમર્થકોને અપીલ કરી હતી કે તેઓ બધા નગર જલ્લુપુર કેડા પહોંચે. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે પોલીસ સ્ટેશન પરનો એ હુમલો અમૃતપાલ સિંહના ઇશારે કરવામાં આવ્યો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]