નવી દિલ્હીઃ લખનૌ, દિલ્હી અને ચંડીગઢ સહિત દેશની 21 હોસ્પિટલોમાં એક ગંભીર સુપરબગ મળ્યા છે. દેશની 21 હોસ્પિટલોના OPD, વોર્ડ અને ICUમાં ક્લેબસિએલા નિમોનિયા પછી એસ્ચેરિચિયા કોલાઈ સૌથી સુપરબગ મળ્યો છે, એમ ICMRના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
આ હોસ્પિટલોનો ખુલાસો ICMRના Antimicrobial Resistance Research & Surveillance Networkના વાર્ષિક રિપોર્ટમાં થયો છે. દેશની 21 મશહૂર હોસ્પિટલમાં સુપરબગ કેટેગરીના જોખમ ભરેલા બેક્ટેરિયા મળી આવ્યા છે, જે OPD વોર્ડ અને ICUમાં હાજર હતા. આ એ હોસ્પિટલ્સ છે, જ્યાં દેશની સૌથી વધુ વસતિ સારવાર માટે પહોંચે છે. એમાં દિલ્હીની એમ્સથી માંડીને ચંડીગઢ PGI અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલથી માંડીને ચેન્નઈની એપોલો હોસ્પિટલ સામેલ છે.
આ ડેટા એક જાન્યુઆરી, 2023થી 31 ડિસેમ્બર 2023ની વચ્ચેનો છે. એમાં હોસ્પિટલ આવેલા આશરે એક લાખ દર્દીઓનાં લોહી, મળમૂત્ર, પસ, મસ્તિષ્ક અને કરોડરજ્જુથી લીધેલા CSFના નમૂના લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ઘતક બેક્ટેરિયા અને સુપરબગની ઓળખ કરવામાં આવી તો આશરે 10 પ્રકારનાં ઘાતક બેક્ટેરિયા મળ્યા છે. આ બધા આંતરરાષ્ટ્રીય સ્તર પર સુપરબગની શ્રેણીમાં આવે છે.
ICMRએ દેશમાં ચાર સંસ્થાને નોડલ કેન્દ્ર બનાવી છે, એમાં દિલ્હી એમ્સ, ચંડીગઢ PGI, CMC વેલ્લોર અને પોંડિચેરી સ્થિત JIPMER સામેલ છે. આ હોસ્પિટલોની સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી એમ્સ ટ્રોમા સેન્ટર અને ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત KGMUમાં દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા.
આ સુપરબગમાં ક્લેબસિએલા નિમોનિયા, એસ્ચેરિચિયા કોલાઈ સિવાય એસિનેટોબેક્ટર બાઉમાની, સ્યુડોમોનાસ, એરુગિનોસા, સ્ટેફફિલોકોક્સ ઓરિયસ, એન્ટરોકોક્સ ફેકેલિસ, એન્ટરોકોકસ ફેસિયમ, સ્ટેફાઇલોકોક્સ હેમોલિટિક્સ, સ્ટેફિલોલોકોક્સ એપિડર્મિડિસ અને એન્ટરોબેક્ટર ક્લોએસી સામેલ છે.