નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત થયાં છે. એની પુષ્ટિ જયરામ રમેશે ટ્વીટ કરીને કરી હતી. તેઓ સરકાર દ્વારા જારી થયેલા પ્રોટોકોલનું પાલન કરતા આઇસોલેશન રહેશે. આ પહેલાં સોનિયા ગાંધી બે જૂને કોરોના સંક્રમિત થયાં હતાં. ત્યારે તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગયા બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત થયાં હતાં. હાલ તેઓ પણ આઇસોલેશનમાં છે. આ પહેલાં પણ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થયાં હતાં. તેમને ત્રીજી જૂને કોરોનાની પુષ્ટિ થઈ હતી.
હજી એક દિવસ પહેલાં બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીથી દિલ્હીમાં મુલાકાત કરી હતી. એ મુલાકાત તેમણે બિહારના મંત્રીમંડળના વિસ્તાર પહેલાં કરી હતી. એ દરમ્યાન તેજસ્વી યાદવ સીતારામ યેચુરીથી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી.
Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.
आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022
દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 68 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,39,372 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,26,996 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,35,93,112 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,018 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,19,264એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.27 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.54 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
દેશમાં અત્યાર સુધીમાં 2,07,71,62,098 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24,43,064 લોકોને રસી આપવામાં આવી હતી.